ચોથા સ્ટેજના કેન્સરની પીડિત વિદ્યાર્થી આપી રહી છે બોર્ડની પરીક્ષા, રોજ દવા ખાઈ પરીક્ષા માટે નીકળે છે

Borad Exam : કેન્સરના ફોર્થ સ્ટેજમાં અંજલીના અંસારી બોર્ડની પરીક્ષા આપી રહી છે તેણે વિશ્વાસ છે કે કેન્સરને વાત આપી તે ચાર્ટર્ડ એકાઉન્ટ બનશે
 

ચોથા સ્ટેજના કેન્સરની પીડિત વિદ્યાર્થી આપી રહી છે બોર્ડની પરીક્ષા, રોજ દવા ખાઈ પરીક્ષા માટે નીકળે છે

Surat News ચેતન પટેલ/સુરત :  અંજલીના અંસારી કેન્સરના ચોથા સ્ટેજમાં છે તેમ છતાં દૃઢ નિશ્ચય સાથે તે બોર્ડની પરીક્ષા આપી રહી છે. અંજલીના અંસારીએ અસહ્ય પીડા અને કીમોથેરાપી સામે હાર માની નથી. તે દરરોજ પેઈન કિલર અને કેન્સરની દવાઓ ખાઈ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે. 2 મહિના પહેલા જ અંજલીના અંસારી ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે. અસહ્ય પીડા છતાં પણ અંજલીના અંસારીએ હાર ન માની અને બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અંજલિના અંસારીને પૂર્ણવિશ્વાસ છે કે તે એક દિવસ કેન્સરને માત આપીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે.

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓએ આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે મહેનત કરી છે. જેમાં સુરતની અંજલીના અંસારી પણ સામેલ છે, જે પરીક્ષા માટે અંજલિનાએ એક વર્ષ તૈયારી કરી હતી. પરીક્ષાના બે મહિના પહેલા જ તેને ખબર પડી કે, તેને એસ્ટ્રોસાયટોમા કેન્સર છે. અંજલીનાના માતા-પિતાને પગના દુખાવાની ફરિયાદ કરતી હતી. શરૂઆતમાં ડોક્ટરોએ કહ્યું હતું કે કેલ્શિયમ ઓછું હોઈ શકે છે. પરંતુ બાદમાં જ્યારે વિગતવાર રિપોર્ટ આવી તો જાણવા મળ્યું કે તે એસ્ટ્રોસાયટોમા કેન્સરના બીજા સ્ટેજમાં છે. અંજલીનાને સુરતમાં કીમોથેરાપી શરૂ આપવામાં આવી રહી હતી. પરંતુ તેના શરીર પર તેની કોઈ અસર થતી ન હતી. જેના કારણે માતા-પિતા ખૂબ જ ચિંતિત હતા અને તેઓએ મુંબઈમાં કીમોથેરાપી કરાવવાનું શરૂ કર્યું હતું. અંજલીનાના પિતા મોહંમદ અન્સારી સંચા કારખાનામાં કામ કરે છે. 

12 કોમર્સ અભ્યાસ કરતી અંજલિનાને બે મહિના પહેલાં જ ફોર્થ સ્ટેજનું એસ્ટ્રોસાઇટોમા કેન્સર ડિટેક્ટ થયું હતું. અંજલિનાએ મેડિકલ ટીમની હાજરી વચ્ચે પરીક્ષા આપી રહી છે. પરિક્ષા પહેલા તેને અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. દુખાવો સહન ન થતાં તેણે રડતાં-રડતાં અને દવા લેતાં- લેતાં પરીક્ષાની તૈયારીઓ કરી છે. એટલું જ નહીં, પરીક્ષા સમયે જ અંજલિના કિમોથેરાપી લેવાની હતી પરંતુ પરીક્ષાને ધ્યાનમાં રાખી તે કીમો લેવા માટે મુંબઈ ગઈ નહોતી.

અંજલિના અંસારીએ જણાવ્યું કે, સખત પીડા હોવા છતાં, હું દરરોજ પરીક્ષા આપવા જઉં છું . પરીક્ષા પહેલા, હું પેઇન કિલર લઉં છું છે, હાડકાં ખૂબ દુખે છે. પણ હું કેન્સર ને માતા આપીશ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ. તૈયારીઓ તો બધી કરી છે પણ ખબર નથી શું થશે.

કીમોથેરાપી અસર ન થતા મુંબઈ સારવાર શરૂ કરાવી
પિતા મોહમ્મદ અન્સારીએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા જ ખબર પડી કે તેને કેન્સર છે. તે બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહી હતી. અમે ખૂબ જ ચિંતિત થઈ ગયા. હાલ કેન્સરની સારવાર ચાલી રહી છે પરંતુ આ વચ્ચે તેને જણાવ્યું કે હું પરીક્ષા આપીશ. તેને કહ્યું કે કોઈપણ સંજોગે હું પરીક્ષા છોડવા માંગતી નથી. તેની ઈચ્છા જોઈ અમે સપોર્ટ કરી રહ્યા છે. એસ્ટ્રોસાઇટોમા કેન્સર છે. સારવાર શરૂ થઈ ત્યારે બીજા સ્ટેજમાં હતો, જે વધીને હાલ ડોક્ટરો જણાવી રહ્યા છે કે ચોથા સ્ટેજમાં છે. સારવાર ચાલી રહી છે પરંતુ તેની ઉપર કીમો અસર કરી રહ્યો નથી. અમે મુંબઈ જઈને પણ સલાહ લીધી છે હવે ઉપરવાળાની ઈચ્છા.

શુ છે એસ્ટ્રોસાઇટોમા કેન્સર
એસ્ટ્રોસાઇટોમા કેન્સરએ માનવ મસ્તિષ્કમાં ઉત્પન્ન થતો એક કેન્સર છે જેના કારણે માનવ મસ્તિષ્કના એસ્ટ્રોસાઇટ્સ વિકસીને કેન્સરની અને અવસાદની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એસ્ટ્રોસાઇટોમા કેન્સર માટે વિશેષ રીતે હાડકા દુઃખાવો થાય છે, કારણકે એનો પ્રભાવ માનવ મસ્તિષ્કના વિવિધ ભાગો પર પડતો હોય છે અને શરીરના વિવિધ ક્ષેત્રોમાં અને માનસિક સ્વાસ્થ્ય પર પરિણામ પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news