સુરત કરૂણાંતિકા: ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના 2 અધિકારીઓ સસ્પેન્ડ

સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. મૃતકોમાંથી 14 વિદ્યાર્થીઓના આજે અંતિમ સંસ્કાર કરાયા છે. આ ઘટનામાં ફાયર વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જેને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

સુરત કરૂણાંતિકા: ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના 2 અધિકારીઓ સસ્પેન્ડ

સુરત: સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. મૃતકોમાંથી 14 વિદ્યાર્થીઓના આજે અંતિમ સંસ્કાર કરાયા છે. આ ઘટનામાં ફાયર વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જેને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનરે ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

મળતી માહિતી મુજબ આટલી ગંભીર ઘટનામાં બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. જેમાં ફાયર ઓફિસર કિર્તી મોઢ અને ડેપ્યુટી ફાયર ઓફિસર એસ.કે. આચાર્યનો સમાવેશ થાય છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે સુરતમાં ગઈકાલે સાંજે સરથાણા ખાતે એક શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. આ કોચિંગ સેન્ટરના સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડિંગ બનાવનારા બિલ્ડર હર્ષલવેકારિયા અને જિગ્નેશ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે. 

પ્રત્યક્ષદર્શી અને વિદ્યાર્થીઓના જીવ બચાવનારા કેતને આ અંગે કહ્યું હતું કે  "આગની જ્વાળાઓ વચ્ચે મેં લગભગ 8-10 લોકોને બચાવ્યા હતા. ત્યાર પછી પણ બીજા બે વિદ્યાર્થીઓને મેં બચાવ્યા. આ ઘટનાના લગભગ 40-45 મિનિટ પછી ત્યાં ફાયર બ્રિગેડ પહોંચી હતી." આ ઘટનામાં ફાયર વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news