સુરત આગકાંડ : પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતના સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ મામલે એક મહિનો વીતી ગયો હોવા છતા હજી પણ ઉપરી અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામા આવી નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફકત ફાયરના નાના અધિકારીઓને નિશાન બનાવીને તેમના વિરુદ્ધા ગુનો નોંધવામા આવ્યો હતો. જો કે હજી સુધી ડીજીવીસીએલના અધિકારીઓ સામે કોઇ પણ પ્રકારની પૂછપરછ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો નથી. જેને કારણે આજ રોજ 22 મૃતકોના પરિવારજનો ઘટના સ્થળની બહાર જ ધરણા પર બેસ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી અવિરત વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ ખાબક્યો
ધરણા પર બેસેલા પરિવારજનોની માંગ છે કે, જ્યાં સુધી ડીજીવીસીએલના અધિકારી સામે પગલા નહિ ભરવામા આવે ત્યાં સુધી તેઓ વિરોધ કરતા રહેશે. આટલી મોટી ઘટનામા હજી સુધી કોઇ નેતા આગળ આવ્યા નથી. આ ઉપરાંત ધરણા બાદ પણ જો કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા નહિ આવશે તો આગામી સમયમા મૃતકોના પરિવારજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતના આ આગકાંડમાં 22 વિદ્યાર્થીઓનો જીવ હોમાયો હતો. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી, જેમાં પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ એપાર્ટમેન્ટમાં ઉપરથી છલાંગ લગાવીને કૂદતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ લોકોને હચમચાવી નાંખ્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે