સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

સુરતના તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલ થયો છે. જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી, જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. 

સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

તેજશ મોદી/સુરત :સુરતના તક્ષશિલા આગમાં 22 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. પણ આ ખુંવારી તથા તમામ 22 વિદ્યાર્થીઓનો જીવ પણ બચાવી શકાયો હોત.  તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલ થયો છે. જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી, જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. આ સીડી જો ખુલ્લી રાખવામાં આવી હોય તો કોઈનો પણ જીવનદીપ બૂઝાયો ન હોત અને કોઈના વ્હાલસોયા જીવતા હોત. 

જ્યારે તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે લાકડાની સીડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ સીડી લોખંડની હતી, અને તેમાં લાકડાના પાટીયા લગાવવામાં આવ્યા હતા. આગ લાગવાથી તમામ લાકડાના પાટીયા બળી ગયા હતા, જેથી બાળકો બહાર નીકળી શક્યા ન હતા. પરંતુ હાલ તપાસમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે દાદરા હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં તમે બંધ કરાયેલા દાદરા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. બિલ્ડરો દ્વારા દાદરનો આ રસ્તો બંધ કરાયો હતો. જો આ રસ્તો ખુલ્લો હોત તો તમામ વિદ્યાર્થીઓના જીવ બચી શક્યા હોત. 

આ દાદરો ત્રીજા અને ચોથા માળ વચ્ચે બનાવાઈ હતી. દાદરનો ઉપયોગ લોકો ન કરે તે માટે બંધ કરાઈ હતી. જોકે, આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ કે કોઈને પણ આ દાદરની ખબર ન હતી. જો તેમને કે બચાવનારાઓને આ દાદર વિશે ખબર હોત તો વિદ્યાર્થીઓને એ રસ્તેથી બચાવી શકવુ સરળ બન્યું હતો. તપાસ કરાઈ ત્યારે માલૂમ પડ્યું કે, આ દાદરો બંધ કરાયો હતો, તેની બાજુમાં જે રસ્તો જાય છે ત્યાંથી બાળકોને બચાવી શકાયા હોત. પણ રસ્તો બંધ હતો તેથી બાળકો અંદર ફસાઈ ગયા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news