World Cup 2019: 10 હાઇ વોલ્ટેજ મુકાબલા, જેને ફેન્સ નહીં કરે મિસ

વનડે વિશ્વકપની શરૂઆત આજથી થઈ રહી છે. પ્રથમ મેચમાં આજે યજમાન ઈંગ્લેન્ડનો સામનો દક્ષિણ આફ્રિકા સામે ધ ઓવલના મેદાન પર હશે. બંન્ને ટીમો અત્યાર સુધી ક્યારેય વિશ્વકપ જીતી શકી નથી. 
 

World Cup 2019: 10 હાઇ વોલ્ટેજ મુકાબલા, જેને ફેન્સ નહીં કરે મિસ

નવી દિલ્હીઃ વનડે વિશ્વકપની શરૂઆત આજથી થઈ રહી છે. પ્રથમ મેચમાં આજે યજમાન ઈંગ્લેન્ડનો સામનો દક્ષિણ આફ્રિકા સામે ધ ઓવલના મેદાન પર રમાશે. બંન્ને ટીમો અત્યાર સુધી ક્યારેય વિશ્વકપ જીતી શકી નથી. બીજીતરફ ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યાં ટાઇટલનો છગ્ગો ફટકારવા ઈચ્છશે તો ભારતીય ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. આવો આ મહાસમરમાં ક્યાં-ક્યાં મુકાબલા છે, જેને ફેન્સ મિસ કરવા ઈચ્છશે નહીં. 

1. ભારત vs પાકિસ્તાન
બંન્ને દેશોના કરોડો ક્રિકેટ ફેન્સ માટે તો 16 જૂને ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાનારો આ મુકાબલો 'મેચ ઓફ ધ ટૂર્નામેન્ટ' છે. પાડોસી દેશો વચ્ચે ક્રિકેટ મેદાન પર હંમેશા સૌથી જોરદાર જંગ હોય છે. વિશ્વકપ ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન જ્યારે-જ્યારે ભારત સામેટ કરાયું છે, તો તેણે હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં ભારતીય ફેન્સ ઈચ્છશે કે આ ઈતિહાસ વિશ્વકપમાં પણ જળવાઇ રહે. 

2. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
5 જૂને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત ભારત આ મજબૂત ટીમ વિરુદ્ધ કરશે. સાઉથ આફ્રિકા અત્યાર સુધી વિશ્વકપ જીતી શક્યું નથી, પરંતુ તેની ટીમ ટૂર્નામેન્ટની સૌથી સંતુલિત ટીમોમાંથી એક છે. ભારત માટે સાઉથ આફ્રિકાના પડકારનો સામનો કરવો આસાન રહેશે નહીં. 

3. ભારત vs ઓસ્ટ્રેલિયા
આ બંન્ને પ્રબળ દાવેદારો વચ્ચે લડાઇ 9 જૂને જોવા મળશે. સિતારાઓથી ભરેલી ભારતીય ટીમ કાગળ પર ઘણી મજબૂત છે તો ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ વિસ્ફોટક ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસી થવાથી નવી એનર્જી આવી છે. 

4. ઈંગ્લેન્ડ VS વેસ્ટ ઈન્ડિઝ
ઈંગ્લેન્ડની પાસે ઘરમાં રમવાનો લાભ છે અને તે આ સમયે શાનદાર ફોર્મમાં છે. બીજીતરફ વેસ્ટ ઈન્ડિઝની પાસે ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ જેવા તોફાની બેટ્સમેન છે અને યુવા બોલરોનો જોશ સાથે છે. 14 જૂને રમાનારી આ મેચ રોમાંચક થવાનું નક્કી છે. 

5. ઈંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ન માત્ર આ વિશ્વકપની બે સૌથી સારી ટીમ છે, પરંતુ આ બંન્ને વચ્ચે ટક્કરતા તે રીતે જોવા મળે છે જે રીતે ભારત-પાક મેચ દરમિયાન. વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હોમ ટીમને હરાવીને ટોન સેટ કરી દીધો છે. 25 જૂને લોર્ડ્સમાં આ અસલી મુકાબલામાં ટકરાશે ત્યારે બંન્ને ટીમના દર્શકોનો ઉત્સાહ આસમાને હશે. 

6. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત
રેટિંગમાં નંબર વન ઈંગ્લેન્ડ અને નંબર ટૂ ઈન્ડિયા વચ્ચે મેચ પણ રોમાંચક થવાની આશા છે. ગત વર્ષે ઈંગ્લેન્ડ આવેલી ભારતીય ટીમે જોરદાર ટક્કર આપ્યા છતાં વનડે સિરીઝ ગુમાવી હતી. આ મુકાબલો 30 જૂને એઝબેસ્ટનમાં રમાશે. 

7. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત
બાંગ્લાદેશની ટીમે ઘણીવાર પોતાની 'જાયન્સ કિલર'ની ક્ષમતા દેખાડી છે. તેણે 2007ના વિશ્વકપમાં પણ ભારતને ઝટકો આપ્યો હતો. બંન્ને એશિયન ટીમો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી શકે છે. આ મેચ 2 જુલાઇએ એઝબેસ્ટનમાં રમાશે. 

8. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સાઉથ આફ્રિકા
કીવિઓને ઈંગ્લેન્ડની કંડિશનમાં મજા આવી શકે છે, ખાસ કરીને તેના સ્વિંગ બોલરો વિરુર્ધ પિચ મદદરૂપ થશે. 19 જૂને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મુકાબલામાં બંન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 

9. પાકિસ્તાન VS સાઉથ આફ્રિકા
23 જૂને લોર્ડ્સના મેદાન પર થનારી ટક્કરમાં ગતિનો જંગ જોવા મળી શકે છે, કારણ કે બંન્ને ટીમોની પાસે સારી ફાસ્ટ બોલિંગ છે. 

10. પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ
આ બંન્ને એશિયન ટીમો વચ્ચે પણ હંમેશા મુકાબલો જોરદાર રહેતો હોય છે. વિશ્વકપ સહિત કેટલાક વનડે મેચોમાં બાંગ્લા ટીમે પાકિસ્તાનને પરાજય આપીને આપસી ટક્કરનું લેવલ વધારી દીધું છે. 5 જૂને લોર્ડ્સના મેદાનમાં બંન્ને ટીમો ફરી આમને-સામને થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news