સુરત સામુહિક આપઘાત કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : માતા-દીકરીનું ગળુ દબાવીને થયું હતું મોત

surat family mass suicide : સુરતના અડાજણમાં  એક જ પરિવારનાં 7 લોકોએ જીવન ટૂંકાવ્યું.....3 બાળકો સહિત 7 લોકોએ આપઘાત કર્યો.... આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો 

સુરત સામુહિક આપઘાત કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : માતા-દીકરીનું ગળુ દબાવીને થયું હતું મોત

Surat News : સુરતના અડાજણમાં  એક જ પરિવારનાં 7 લોકોએ જીવન ટૂંકાવ્યું. 3 બાળકો સહિત 7 લોકોના હર્યોભર્યો પરિવાર આપઘાત કરવા મજબૂર બન્યો. આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાની પોલીસને સ્યૂસાઈડ નોટ પરથી માહિતી મળી છે. સુરતના આપઘાત કેસમાં પોલીસને ઘરમાંથી એક સૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઉઘાર આપેલા પૈસા પરત આવી રહ્યા ન હતા તેવો ઉલ્લેખ કરાયો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સુરતના સામૂહિક આપઘાત કેસમાં તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે. તેમજ તપાસ માટે ટેક્નિકલ ટીમની પણ મદદ લેવાશે. ત્યારે સોલંકી પરિવારના કિસ્સામાં ધરમ કરતા ધાડ પડી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. 

માતા અને દીકરીનું ગળુ દબાવીને મોત થયું
સુરતમાં 7 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, માતા અને દીકરીનું ગળુ દબાવીને મોત થયું હતું. અન્ય 4 પરિવારજનોના મોત ઝેરી દવા ગટગટાવીને થયું હતું. ત્યારે પરિવારના સભ્યો બાદ મનીષ શાંતિલાલ સોલંકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આમ સોલંકી પરિવારના કુલ 7 સભ્યોએ સામુહિક આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના બની હતી.

અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી
મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. પોતે આપઘાત કરી લેનાર મનીષ સોલંકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે તેમને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ લોકો તેમને રૂપિયા પરત આપતા ન હતા. જેથી રૂપિયા સલવાયા હોવાના કારણે પણ તેમણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

એકી સાથે 7 નનામી ઉઠતાં ભારે અરેરાટી
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું.  પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા. 

આપઘાત માટે ઝેરી દવા ડિવાઇન N5 ઉપયોગ કરાયો
પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે મેં લોકો સાથે સારું વર્તન કર્યું છે. પરંતુ લોકોએ મારી સાથે સારું વર્તન કર્યું નથી. આપઘાત માટે ઝેરી દવા ડિવાઇન N5 ઉપયોગ કરાયો હતો. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news