સુરતીઓ આનંદો! આવતીકાલથી શહેરમાં ખાનગી બસોને પ્રવેશની મળી એન્ટ્રી, લેવાયો મોટો નિર્ણય

સુરતમાં રાત્રે 10 વાગ્યા પછી ખાનગી લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી મળી ગઈ છે. ટ્રાફિક વિભાગ અને ખાનગી બસ મંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરમાં ખાનગી બસોની નો એન્ટ્રીથી મુસાફરો પરેશાન હતા.

સુરતીઓ આનંદો! આવતીકાલથી શહેરમાં ખાનગી બસોને પ્રવેશની મળી એન્ટ્રી, લેવાયો મોટો નિર્ણય

ઝી બ્યુરો/સુરત: સૌરાષ્ટ્ર અને અમદાવાદથી સુરત ખાનગી બસમાં જતાં મુસાફરો માટે રાહતના સમાચાર છે. સુરતમાં રાત્રે 10 વાગ્યા પછી ખાનગી લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી મળી ગઈ છે. ટ્રાફિક વિભાગ અને ખાનગી બસ મંડળની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરમાં ખાનગી બસોની નો એન્ટ્રીથી મુસાફરો પરેશાન હતા. ત્યારબાદ ભારે વિવાદ બાદ લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશની મંજૂરી મળી ગઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આવતીકાલથી તમામ ખાનગી લકઝરી શહેરમાં પ્રવેશ કરશે. ટ્રાફિક જેસીપી ડી. એચ. પરમાર સાથે બસ સંચાલકોએ કરી મીટીંગ કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર જાહેરનામા પ્રમાણે શહેરમાં બસો આવશે. લક્ઝરી એસોસિયેશન પોતાની માંગો પોલીસને લેખિતમાં આપશે.

સુરતમાં વરાછાના ધારાસભ્યકુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, 21 ફેબ્રુઆરીથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news