જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ
Trending Photos
- ડો.સંકેતને આગળની ટ્રીટમેન્ટ માટે ચેન્નાઇની એમજીએમ હોપિટલમાં એરલિફ્ટ કરીને લઈ જવવાનો ડોકટર જૂથે નિર્ણય કર્યો
- તેઓ છેલ્લા 25 દિવસથી વેન્ટિલેટર પર છે અને હાલ તેમની હાલત અત્યંત નાજુક છે
ચેતન પટેલ/સુરત :કોરોના વાયરસની મહામારીમાં સૌથી મોટી જવાબદારી કોરોના વોરિયર્સ (corona warrior) ના શિરે છે. કોરોનાના દર્દીને જેટલુ જોખમ હોય છે, તેના કરતા વધુ જોખમ કોરોના વોરિયરને હોય છે. કારણ કે, તેઓ અસંખ્ય લોકો વચ્ચે કામ કરતા હોય છે. આવામાં તબીબોને કોરોનાનું સંક્રમણ થવાનું સૌથી વધુ જોખમ હોય છે. આવામાં એક દર્દીનો જીવ બચાવીને સુરત (surat) ના એક તબીબે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો, અને હવે તેઓ પોતે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. સુરતના ડો. સંકેત મહેતાએ પોતાનું ઓક્સિજન હાઈ લેવલ માસ્ક કાઢી દર્દીને વેન્ટિલેટર પર ચઢાવ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. ત્યારે ખુદ કોરોના (corona virus) થી સંક્રમિત થયેલા ડો.સંકેત છેલ્લા ઘણા સમયથી જીવન સામે જંગ લડી રહ્યા છે. હવે ડો.સંકેતને આગળની ટ્રીટમેન્ટ માટે ચેન્નાઇની એમજીએમ હોપિટલમાં એરલિફ્ટ કરીને લઈ જવવાનો ડોકટર જૂથે નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન કરાયું
સુરતના ડો.સંકેત મહેતા છેલ્લા 42 દિવસ થી કોરોના સામે જંગ લડી રહ્યા છે. તેઓ સુરતની BAPS હોસ્પિટલમાં સેવા આપતા હતા. ત્યારે થોડા સમય પહેલા તેઓએ પોતાનું હાઇલેવલ માસ્ક ઉતારી એક દર્દીને વેન્ટિલેટર પણ રાખી તેનો જીવ બચાવ્યો હતો. ત્યારે હવે ડો.સંકેત પટેલ ખુદ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓ છેલ્લા 25 દિવસથી વેન્ટિલેટર પર છે અને હાલ તેમની હાલત અત્યંત નાજુક છે. તેઓના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી છે. આવામાં સુરતના અન્ય તબીબો તેમની મદદે આવ્યા છે.
ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે તેઓને ચેન્નઈ લઈ જવાનો નિર્ણય સુરત ડોકટર જૂથે કર્યો છે. આ ઉપરાંત તેમની ટ્રીટમેન્ટ માટે 1 કરોડ સુધીનો ખર્ચ કરવા સમગ્ર ડોકટર જૂથ તૈયાર થયું છે. સુરતના ડોક્ટરો પોતાની યથાશક્તિ પ્રમાણે બહાદુર કોરોના વોરિયરની મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત સુરતના ઉદ્યોગપતિઓ પણ આ બહાદુર ડોકટરની પડખે આવી રહ્યા છે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણ રોકવા લોકડાઉન જ એક રસ્તો, રાજકોટ-ખેડબ્રહ્મા-જુનાગઢમાં સ્યંભૂ લોકડાઉન કરાયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે