માથાભારે સજ્જુને પકડવામાં સુરત પોલીસને આંટા આવી ગયા, ત્રણ કલાક સુધી 10 વાર 5 માળની બિલ્ડિંગ ફેંદી
surat police big operation : શુક્રવારે સજ્જુ કોઠારી સુરત પોલીસે તેના જ ઘરમાથી પકડી પાડ્યો હતો. પરંતુ પોલીસને તેને પકડવા માટે એટલી મથામણ કરવી પડી હતી કે, પોલીસને આંટા આવી ગયા હતા
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતના માથાભારે સજ્જુ ધરપકડ સુરત પોલીસ માટે ચેલેન્જિંગ અને દિલધડક ઓપરેશન બની રહ્યુ હતું. માથાભારે સજ્જુને પકડવા માટે પોલીસ જવાનોના 40 નો સ્ટાફ ધંધે લાગ્યો હતો. આખરે સજ્જુ પકડાયો હતો. સજ્જુએ પોતાના જ ઘરમાં લોખંડના દરવાજે તાળા મારી તેની પર ખિલ્લા ઠોક્યા હતા. જેથી પોલીસ સીડીથી ચઢી પહેલા માળે પહોંચી હતી. સજ્જુની સાથે તેનો સાગરિત સમીર શેખ પણ બાજુની બિલ્ડીંગમાંથી પકડાયો હતો.
સુરતના માથાભારે સજ્જુ પર 35 જેટલા ગુનાનો આરોપ છે. તે અનેક ગુનામાં વોન્ટેડ હતો. બે મહિના પહેલા સજ્જુ લાજપોર જેલની બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરીને ભાગી ગયો હતો. તેના બાદ તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આખરે શુક્રવારે તેને સુરત પોલીસે તેના જ ઘરમાથી પકડી પાડ્યો હતો. પરંતુ પોલીસને તેને પકડવા માટે એટલી મથામણ કરવી પડી હતી કે, પોલીસને આંટા આવી ગયા હતા. ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
આ પણ વાંચો : મોંઘવારી નડી ગઈ... સતત બીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો
પોતે પકડાય નહિ તે માટે સજ્જુએ પોતાના ઘરે જ એવી વ્યવસ્થા ઉભી કરી હતી કે પોલીસને પણ તેને પકડવા આંટા આવી ગયા હતા. સજ્જુને પકડવાના દ્રશ્યો ફિલ્મી બની રહ્યા હતા. પોલીસે બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો. તેણે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને આરસીસીનું બાંધકામ કર્યુ હતું. એટલુ જ નહિ લોખંડનો મોટો ગેટ બનાવ્યો હતો, જેથી પોલીસ અંદર આવી ન શકે. આ બાબતે કલેક્ટર ઓફિસમાં ફરિયાદ થઈ હતી. જેના આધારે તેના પર ગુનો પણ નોંધાયો હતો.
સજ્જુએ બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આથી પોલીસ તેને પકડવા પહોંચી હતી. પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો. પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. પોલીસે બારીનો કાચ તોડીને ઘરનો દરવાજો ખોલ્યો હતો.
બાજુની બીલડીગ સર્ચ કરતાં તેનો સાગરિત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સલીમ શેખે સજ્જુ કોઠારીના ઘરમાં બહારથી તાળુ માર્યુ હતું અને પોતે બીજી બિલ્ડીંગમાં જતો રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે