Surat : યુવકે યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના સ્ટેટસ પર લખ્યું ‘કોલ મી...’

Surat Crime News : સુરતમાં યુવકે 21 વર્ષીય યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેનો નંબર જાહેર કરી દીધો, યુવતીએ કરી પોલીસ ફરિયાદ

Surat : યુવકે યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના સ્ટેટસ પર લખ્યું ‘કોલ મી...’

ઝી મીડિયા/બ્યૂરો :સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી એક સગીર વયની યુવતીના નંબર સ્ટેટસ પર મૂક્યું હતું. યુવતીને ફોન કરી હેરાન પરેશાન કરી મુકતા રોમિયોને પોલીસે મેથીપાક ચખાડ્યો છે. યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

હાલમાં દેશ અને દુનિયામાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં અનેક લોકો એકબીજાથી જોડાતા હોય છે. તેવામાં સુરતની વાત કરવામાં આવે તો સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો ઝાકીર આમીન શેખ નામના 21 વર્ષીય યુવક દ્વારા ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને આ ફેક એકાઉન્ટમાં અમરોલી વિસ્તારની જ એક સગીર વયની યુવતીના નંબર સ્ટેટસ પર મૂક્યા હતા. તેમાં યુવકે લખ્યું હતું કે, ‘કોલ મી...’ જેથી યુવતીના ફોનમાં બપોરના ત્રણેક વાગ્યાના સુમારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઢગલાબંધ ફોન આવ્યો હતો. 

યુવતી દ્વારા ફોન રિસીવ કરતા જ હેરાન પરેશાન કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ યુવતીને મેસેજ કરી વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી હતી. જેથી યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને લઇ પોલીસે તાત્કાલિક તપાસ કરી ઝાકીર આમીન શેખ નામના ઈસમની ધરપકડ કરી હતી. હાલ આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તે કેટલા સમયથી આવું કરે છે, કેટલા લોકોને અત્યાર સુધી ભોગ બનાવ્યા છે અને કેટલા લોકોના ફેક એકાઉન્ટ બનાવ્યા છે તે અંગેની તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news