youtube લિંક ઓપન કરી લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે, આ કામ કરવામાં છેતરાઈ સુરતી મહિલા

Surat News : પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી youtube લિંક ઓપન કરી ફિલ્મને લાઈટ કરી રેટિંગ આપવાથી સારું વળતર મળવાની લોભામણી લાલચ આપી સુરતની મહિલા સાથે કરાઈ છેતરપીંડી 
 

youtube લિંક ઓપન કરી લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે, આ કામ કરવામાં છેતરાઈ સુરતી મહિલા

Cyber Fraud ચેતન પટેલ/સુરત : ટેકનોલોજીનો જેમ જેમ ઉપયોગ વધતો ગયો છે તેમ તેમ સાયબર ક્રાઇમ ફ્રોડના કિસ્સાઓ પણ એટલા જ વધતા ગયા છે. જેમાં લોકોએ લાખ્ખો રૂપિયા ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના એક મહિલાને આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ આપવાની લાલચ આપી હતી. મહિલાને youtube માં લિંક ઓપન કરી ફિલ્મને લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. ત્યાર બાદ સુરતના વ્યક્તિ પાસેથી 9,71,000 કરતાં વધારે રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ આ વ્યક્તિને પૈસા પરત ન આપી તેની સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલો સાઇબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે જુનાગઢના બે અને રાજકોટના એક ઈસમની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેર પોલીસ દ્વારા સાયબર સંજીવની નામનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લોકોને સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે સુરતના એક મહિલા સાથે 9,71,000 કરતાં વધુ રકમની છેતરપિંડી કરનારા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ત્રણ ઈસમોમાં પ્રેમ શર્મા, કમલ બોરેયા અને હાર્દિક પુરોહિતનો સમાવેશ થાય છે. 

આરોપી કમલ જૂનાગઢના જોશીપરાનો વતની છે, તો હાર્દિક જુનાગઢ સરદાર પરા જગાતનાકા પાસે રહે છે અને પ્રેમ રાજકોટના સાપરના પાલ પીપડીયા ગામનો વતની છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ સુરતના એક વ્યક્તિને તારીખ 31-5-2023 થી 11-6-2013 દરમિયાન પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી youtube લિંક ઓપન કરી ફિલ્મને લાઈટ કરી રેટિંગ આપવાથી સારું વળતર મળવાની લોભામણી લાલચ આપી હતી. 

ત્યારબાદ સુરતના વ્યક્તિને એક લિંક મોકલી તેના પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સુરતના અગત્ય દ્વારા પહેલો ટાસ્ક પૂરો કરવામાં આવ્યો અને પહેલો ટાસ્ક પૂરો કરતા જ સુરતના વ્યક્તિને 1553 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. પહેલી વખત કમિશન આપ્યા બાદ સુરતના મહિલાને આરોપીઓ પર ભરોસો થઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ ટાસ્ક માટે અને અલગ અલગ ચાર્જ પેટે 9,98,6003 રૂપિયા ભરપાઈ કરાવડાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને માત્ર 27,311 રૂપિયાનું વળતર આપ્યું હતું અને બાદમાં મહિલા ને 9,71,292 રૂપિયા પરત આપ્યા ન હતા.

સુરતની મહિલા ક્રાઈમનો ભોગ બની હોવાને કારણે તેને સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ ધર્યુ હતું અને સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણ આરોપીમાં બે આરોપી જૂનાગઢના અને એક આરોપી રાજકોટનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news