સગર્ભા ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં બાળકનું માથું બહાર આવી ગયું, સ્ટાફે તાત્કાલિક કરાવી ડિલીવરી

ટ્રોમાના ડૉક્ટરને જાણ કરાય એ પહેલાં જ રત્નાબેને 108માં બાળકને જન્મ આપી દીધો હતો. ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં સગર્ભાના બાળકનું માથું બહાર આવી ગયું હતું

સગર્ભા ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં બાળકનું માથું બહાર આવી ગયું, સ્ટાફે તાત્કાલિક કરાવી ડિલીવરી

ચેતન પટેલ/સુરત :સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે માનવતાનો કિસ્સો જોવા મળ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 108 ની કાબિલેતારીફ કામગીરી કરી હતી. ટ્રોમા સેન્ટર બહાર 108માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ બાદ ટ્રોમા સેન્ટરની સિસ્ટર અને બ્રધર્સ તાત્કાલિક બહાર દોડી ગયા હતા. ક્લિનિકલ તમામ પ્રોસેસ કરી માતા અને બાળક વચ્ચેની નાડ કાપી બંન્નેને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : પેટાચૂંટણી પહેલા કોંગ્રસને મોટો ફટકો, મોરબીના દિગ્ગજ નેતા કિશોર ચિખલીયા ભાજપમાં જોડાયા 

મોડી રાત્રે 108 માં લવાયેલી મહિલા ઇન્દિરાનગર ભટાર વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. રત્નાબેન અભિમન્યુ સોલંકી નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેથી તેઓએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. તેઓને 108માં સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ આ સાથે જ મહિલાની પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. જેથી તેમને 108માં તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લવાયા હતા.

જોકે આ બાબતે ટ્રોમાના ડૉક્ટરને જાણ કરાય એ પહેલાં જ રત્નાબેને 108માં બાળકને જન્મ આપી દીધો હતો. ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં સગર્ભાના બાળકનું માથું બહાર આવી ગયું હતું. ઘટનાની જાણ બાદ ટ્રોમાં સેન્ટરની સિસ્ટર અને બ્રધર્સ દોડી ગયા અને ક્લિનિકલ તમામ પ્રોસેસ કરી માતા અને બાળક વચ્ચેની નાદ કાપી બન્નેને તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યા હતા. કોરોના માહામારીનો લગભગ આ પ્રથમ કેસ હશે કે પોઝિટિવ સગર્ભાની 108માં પ્રસુતિ કરાવી પડી હોય. જોકે, આવા સમયમાં નર્સિંગ સ્ટાફે કરેલી કામગીરીને જરૂર બિરદાવવી પડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news