Microsoft નો લેટેસ્ટ Surface Pro X લોન્ચ, જાણો 2-ઇન-1 લેપટોપની કિંમત
Microsoft એ આખરે ભારતમાં સર્ફેસ પ્રો X (Surface Pro X) લેપટોપ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ નવા વિંડોઝ બેસ્ડ-2 ઇન-1 લેપટોપની ખાસિયત છે તેમાં 15 કલાકની બેટરી લાઇફ, 13 ઇંચ સ્ક્રીન, Microsoft SQ2 પ્રોસેસર જો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: Microsoft એ આખરે ભારતમાં સર્ફેસ પ્રો X (Surface Pro X) લેપટોપ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ નવા વિંડોઝ બેસ્ડ-2 ઇન-1 લેપટોપની ખાસિયત છે તેમાં 15 કલાકની બેટરી લાઇફ, 13 ઇંચ સ્ક્રીન, Microsoft SQ2 પ્રોસેસર જો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેના 256GB SSD વેરિએન્ટની કિંમત ભારતમાં 1,49,999 રૂપિયા અને 512GB SSD વેરિએન્ટની 1,78,999 રૂપિયા છે. આ પ્લેટિનમ (Platinum) અને બ્લેક (Black) કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
આ સાથે જ કંપની પોતાના સિગ્નેચર કીબોર્ડ (Signature Keyboard) પણ લાવી છે, જેને Surface Pro X સાથે જોડવામાં આવશે. સિગ્નેચર કીબોર્ડને પ્લેટિનમ, આઇસ બ્લૂ અને પોપી રેડ કલરના વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સર્ફેસ પ્રો એક્સ (Surface Pro X) અને સિગ્નેચર કીબોર્ડ (Signature Keyboard) બંને અધિકૃત રીસેલરના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. માઇક્રોસોફ્ટ સર્ફેસ પ્રો એક્સ 2020નું વજન 774 ગ્રામ છે. કંપનીનું કહેવું છે કે આ સૌથી પતળું, સૌથી હળવું, સૌથી પાવર ફૂલ 2-ઇન-1 લેપટોપ છે.
Surface Pro X ના સ્પેસિફિકેશન્સ
Microsoft Surface Pro X 2020 માં 13 ઇંચની પિક્સલ સેન્સ (PixelSense) ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 2880 ×1920 પિક્સલ છે. આ Microsoft SQ2 પ્રોસેસર પર રન કરે છે. જેને કંપનીએ ક્લાવકોમ (Qualcomm) સાથે મળી ડેવલોપ કર્યું છે. ડિવાઇસમાં 16 જીબી રેમ સથે એડ્રેનો 690 જીપીયૂ આપવામાં આવ્યો છે. આ બે સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે.- 256GB और 512GB. બંને જ વેરિએન્ટ ફૂલ SSDs સાથે આવે છે.
આ એક ક્વાલકોમ સ્નૈપડ્રૈગન X24 LTE મોડમ (Qualcomm Snapdragon X24 LTE modem) ને પણ સપોર્ટ કરે છે, જે ટેબલેટને ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહેવાની અનુમિત આપે છે. આ નેનો સિમ કાર્ડ સ્લોટ અને eSIM સપોર્ટ સાથે આવી છે. સર્ફેસ પ્રો એક્સ 2020 માં સર્ફેસ સ્લિમ પેન (Surface Slim Pen) પણ છે, જે કીબોર્ડ કેસની અંદર છુપાયેલું રહી શકે છે અને ચાર્જ પણ થઇ જાય છે.
આ ડિવાઇસમાં વિંડોઝ 10 હોમ (Windows 10 Home) ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. માઇક્રોસોફ્ટનો દાવો છે કે ડિવાઇસને ફરી એકવાર ચાર્જ કરતાં 15 કલાકની બેટરી લાઇફ મળે છે. આ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. જે એક કલાકની અંદર 80 ટકા સુધી ચાર્જ કરી દે છે.
જો કનેક્ટિવિટીની વાત કરીએ તો Microsoft Surface Pro X 2020 બ્લૂટૂથ 5.0 વાઇફાઇ, જીપીએસ/એ-જીપીએસ/ગ્લોનાસ, એક્સેલેરોમીટર, જાયરોસ્કોપ, મેગ્નેટોમીટર, એંબિએન્ટ લાઇસ સેન્સર, બે યૂએસબી ટાઇમ-સી, 3.2 જેન 2 પોર્ટ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે