સુરતમાં તંત્રનો નવો અભિગમ: એક જ ટિકિટથી BRTS-સિટી બસમાં અનલિમિટેડ મુસાફરી કરો, જાણો ક્યારથી શરૂ થશે આ સ્કીમ

ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે ટિકિટ વન જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને તમે સિટી અને BRTS બસમાં મુસાફરી કરી શકાશે, જેણા કારણે સમયનો બચાવ પણ થશે.

સુરતમાં તંત્રનો નવો અભિગમ: એક જ ટિકિટથી BRTS-સિટી બસમાં અનલિમિટેડ મુસાફરી કરો, જાણો ક્યારથી શરૂ થશે આ સ્કીમ

ચેતન પટેલ/સુરત: શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે ટિકિટ વન જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને તમે સિટી અને BRTS બસમાં મુસાફરી કરી શકાશે, જેણા કારણે સમયનો બચાવ પણ થશે. સિટી-BRTS બસમાં રૂપિયા 25 ની ટિકિટ લઈને તમે આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકશો. 

સુરતમાં ટ્રાફિક-પ્રદૂષણ ઘટાડવા મ્યુનિ દ્વારા આ આયોજન કરી રહ્યું છે. બીજી બાજુ મોંઘવારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા મધ્યમ અને નોકરીયાત વર્ગને આર્થિક રાહત થશે. તમને જણાવી દઈએ કે, શહેરમાં 58 રૂટ પર બસોમાં 2.30 લાખ લોકો મુસાફરી કરે છે. બસના મુસાફરો દ્વારા દૈનિક 12,000 મનીકાર્ડનો વપરાશ થઇ રહ્યો છે. સુરત કોર્પોરેશન 15 જૂનથી આ સ્કીમ લાગુ કરવા જઈ રહી છે.

સુરત શહેરમાં  58 રૂટ પર 800 જેટલી બીઆરટીએસ અને સીટી બસ હાલ દોડી રહી છે. તેમાં દરરોજ 2.30 લાખ મુસાફરો મુસાફરી કરે છે. આ તમામ મુસાફરોને બીઆરટીએસમાંથી સીટી બસમાં મુસાફરી કરવી હોય તો અલગ ટિકિટ લેવી પડે છે. સાથે ટિકિટ ખરીદવામાં પણ ખૂબ સમયનો વેડફાટ થાય છે. આવા તબક્કે સુરત મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં વન ટિકિટ વન જર્ની કોન્સેપ્ટને અમલમાં મુકવામાં આવશે. 

સુરત શહેર ઝડપથી મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે. સુરત શહેરમાં લોકો ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ અને અમલ કરવાની દિશામાં અગ્રેસર બની રહ્યા છે. આ વર્ષે બજેટમાં સુરત મહાનગરપાલિકાએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં જાહેર પરિવહન એટલે કે ડીઆરડીએ, સીટી બસ, મેટ્રોનો ઉપયોગ એક જ ટિકિટમાંથી થાય તેવી ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે.  અલબત્ત હાલ સુરત શહેરમાં મેટ્રો રેલ શરૂ થઈ નથી તેનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ બીઆરટીએસ અને સીટી બસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news