Army Recruitment 2022: 10 પાસ યુવાઓ માટે સેનામાં જોડાવવાનો સુવર્ણ અવસર, ફોજી બનવા માટે માત્ર આટલું જ કરો

Indian Army CSBO Recruitment 2022: આર્મીના ગૃપ C પદ પર ઓફલાઈન આવેદનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. યોગ્ય ઉમેદવાર 19 જૂન 2022 પહેલાં ફોર્મ અને જરૂરી દસ્તાવેજ નોટિફિકેશન પર આપવામાં આવેલા સરનામા પર મોકલી શકે છે.

Army Recruitment 2022: 10 પાસ યુવાઓ માટે સેનામાં જોડાવવાનો સુવર્ણ અવસર, ફોજી બનવા માટે માત્ર આટલું જ કરો

Indian Army CSO Western Command Recruitment 2022: ભારતીય સેના તરફથી ધોરણ 10 પાસ યુવાઓ માટે ઘણાં પદો પર ભરતી કાઢવામાં આવી છે. ચીફ સિગ્નલ ઓફિસર(CSO) વેસ્ટર્ન કમાન્ડ તરફથી આ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અનુસાર સિવિલિયન સ્વિચ બોર્ડ ઓપરેટર(CSBO Grade II)ના 17 પદો માટે ભરતીનું આયોજન થશે. યોગ્ય ઉમેદવાર 19 જૂન 2022 સુધીમાં ઓફલાઈ આવેદન કરી શકે છે. આ પદ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતા ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આવો જાણીએ આ ભરતીની મહત્વપૂર્ણ વાતો વિશે.

આ પદ પર થશે ભરતી-
વેસ્ટર્ન કમાન્ડની નોટિફિકેશન અનુસાર સિવિલિયન સ્વિચ બોર્ડ ઓપરેટર (CSBO)ના પદ માટે ભરતીનું આયોજન થયું છે. કુલ 17 પદ માટે ભરતી થશે. કેટેગરી પ્રમાણે વેકેન્સી જોવા માટે તમારે નોટિફિકેશન જોવું પડશે. ભરતીના આવેદન માટે ઓફલાઈન પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારોએ 19 જૂન 2022 પહેલાં આવેદન કરવું પડશે.

જરૂરી યોગ્યતા અને ઉંમર મર્યાદા-
ઈન્ડિયન આર્મીના આ પદ માટે આવેદન કરનાર ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાં 10મુ પાસ હોવો જોઈએ. આ ઉપરાંત તેમને પ્રાઈવેટ બોર્ડ એક્સચેન્જ હેન્ડલ(PBX) કરવાનો અનુભવ હોવો જોઈએ. આ વિશે વધારે માહિતી માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો. વય મર્યાદાની વાત કરીએ તો નોંધણી કરનાર ઉમેદવારની વય 18 વર્ષથી 25 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

આવી રીતે નોંધાવી શકશો ઉમેદવારી-
આ પદ માટે ઉમેદવાર ઓફલાઈન ઉમેદવારી જ નોંધાવી શકશે. ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરવું પડશે અને તમામ જરૂરી પુરાવા ફોર્મની સાથે એટેચ કરીને નીચે આપેલા સરનામા પર મોકલવાના રહેશે. 9 Corps Signal Regiment PIN – 176052, Yol Cantt (Dharmashala), Himachal Pradesh.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news