સુરત: યુવતિઓ સાથે મિત્રતા કરાવાની લાલચ આપી થઇ લાખોની ઠગાઇ, 20 લોકોની ધરપકડ

ફ્રેન્ડશીપ કરવાના નામે લાખોની ઠગાઇ કરવાની સાથે ગેરકાયદે કોલસેન્ટર(call center)ને ઝડપી પાડવામાં સુરત(Surat) શહેર સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે. શહેરના પોશ વિસ્તારમાં એક બિલ્ડીંગના 11મા માળે એક કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતું. જેને લઇ પોલીસે(Police) ચોક્કસ બાતમીના આધારે રેડ કરી 20 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

સુરત: યુવતિઓ સાથે મિત્રતા કરાવાની લાલચ આપી થઇ લાખોની ઠગાઇ, 20 લોકોની ધરપકડ

તેજશ મોદી/સુરત: ફ્રેન્ડશીપ કરવાના નામે લાખોની ઠગાઇ કરવાની સાથે ગેરકાયદે કોલસેન્ટર(call center)ને ઝડપી પાડવામાં સુરત(Surat) શહેર સાયબર ક્રાઇમની ટીમને સફળતા મળી છે. શહેરના પોશ વિસ્તારમાં એક બિલ્ડીંગના 11મા માળે એક કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતું. જેને લઇ પોલીસે(Police) ચોક્કસ બાતમીના આધારે રેડ કરી 20 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

સુરત શહેરના પોશ વિસ્તાર એવા વેસુમાં છેલ્લા 6 મહિનાથી ફ્રેન્ડશિપ ક્લબના નામે એક મસમોટુ કૌભાંડ આચરવામાં આવતુ હતું. સુરત શહેરના લોકોને ફ્રેન્ડશીપના નામે ઠગાઇ કરવામાં આવતી હતી. ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલતા હોવાના નામે ફોન કે મેસેજ કરવામાં આવતો હતો. જેમાં અલગ અલગ યુવતિઓ સાથે મિત્રતા કરવવા, ચેટિંગ કરાવવા, તથા રૂબરૂ મુલાકાત કરાવવા માટે લોભામણી લાલચ આપીને રૂપિયા વસુલવામાં આવતા હતા.

ગુજરાતના વરસાદી વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા, નોરતાના ત્રીજા દિવસે ખેલૈયાઓને મળ્યા સારા સમાચાર

જો કોઇ વ્યક્તિ તેમની જાળમાં ફસાઇ જાય તો તેમને અલગ અલગ મેમ્બરશીપ લેવા માટે દબાણ કરવામાં આવતું હતુ. આ ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન ફી, મેમ્બરશીપ ચાર્જ, સેફ્ટી ચાર્જ હોટલનો ચાર્જ માંગવામાં આવતો હતો. જેને લઇ યુવાનોના નાણાં ખંખેરી લેવામાં આવતા એક વ્યક્તિ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કોલ સેન્ટરનો ભાંડાફોડ થયો હતો.

અંબાજી અકસ્માત : 21 મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી તરફથી સહાય જાહેર કરાઈ
 
પોલીસ દ્વારા જ્યારે આ સમગ્ર રેકેટનો ભાંડાફોડ કરવામાં આવ્યો ત્યારે આ રેકેટમાં પ્રથમ પોલીસ દ્વારા ફેનિલ પારેખની ધરપકડ કરવામાં આવી હતી. ફેનિલ પારેખની પૂછપરછ દરમયાન પોલીસે માહિતી મેળવી અને ત્યારબાદ કોલસેન્ટર ઉપર રેડ કરી હતી. જ્યાં આ સમગ્ર રેકેટના મુ્ખ્ય બે સૂત્રધાર કેલ્વિન ઉર્ફે ભાવેશ અને હિતેશ કાકડીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ભેજાબાજની વાત કરવામાં આવે તો આ ભેજાબાજમાં કેલ્વિન ઉર્ફે ભાવેશ ધોરણ 10 ભણેલો છે જ્યારે હિતેશ ફક્ત 7 ધોરણ ભણેલો છે. આ બંને જણાએ ફેબ્રુઆરી મહિનામાં ફ્રેન્ડશીપ ક્લબની શરૂઆત કરી હતી પોલીસ હાલ તમામ 20 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અંબાજી અકસ્માત : ઓવરસ્પીડમાં ગાડી ચલાવનાર ડ્રાઈવર સામે માનવવધનો ગુનો નોંધાયો

સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી ઝડપાયેલા કોલસેન્ટરની વાત કરીએ તો આ બંને વ્યક્તિઓને આ કોલ સેન્ટર કેમ ચલાવાય તેની તમામ માહિતી યુ ટ્યુબ પરથી વિડિયો જોઇને લીધી હતી. આ ઉપરાંત તેમના દ્વારા નોકરી વાંચ્છુંક યુવક અને યુવતીઓને પણ લાલચ આપીને તેમને નોકરી ઉપર રાખવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટરની તમામ બાબતોની જાણકારી પોલીસ દ્વારા લેવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર મામલામાં સેક્સ રેકેટ પણ છે કે કેમ તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.

સુરત શહેરના પોશ વિસ્તારમાં ઝડપાયેલા આ ફ્રેન્ડશીપ ક્લબના નેટવર્ક દ્વારા કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે અને સુરત શહેરના કે રાજ્ય ઉપરાંત દેશભરના લોકો માટેની આ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ હવે આ કોલ સેન્ટરમાં કેટલી તપાસ કરી શકે છે તે તો આવનારો સમય જ કહેશે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news