સુરતની 'લાડલી'એ મેળવ્યા 99.99 પરસેન્ટાઇલ, એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળેલા છે પિતા

આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 5.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

સુરતની 'લાડલી'એ મેળવ્યા 99.99 પરસેન્ટાઇલ, એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળેલા છે પિતા

ચેતન પટેલ, સુરત: આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 5.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે પૈકી સુરતની વાત કરીએ તો આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ એવન ગ્રેડમાં બાજી મારી છે. સુરતનું કુલ પરિણામ 80.66 ટકા આવ્યું છે અને એવન ગ્રેડમાં કુલ 189 વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે. જેમાં આશાદીપ ગ્રૂપના એવન ગ્રેડના 53 જેટલા વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા છે.

આશાદીપ સ્કૂલમાં પ્રથમ આવનાર બોદરા નક્ષીનું પરિણામ 99.99 પરસેન્ટાઇલ આવ્યા છે. તેણીના પિતા એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નક્ષી રોજેરોજ 4 કલાકનું વાંચન કરતી હતી અને સ્કૂલમાં શિક્ષકોએ ભણાવેલું રિવિઝન કરતી હતી. પોતે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે અને આવનારા ભવિષ્યમાં તે સીએ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.

અમદાવાદ શહેરમાં A1 ગ્રેડમાં- 40, A2 ગ્રેડમાં- 1042, B1 ગ્રેડમાં- 3082, B2 ગ્રેડમાં- 4583, C1 ગ્રેડમાં- 5923, C2 ગ્રેડમાં- 4435, D ગ્રેડમાં- 449, E1 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં A1 ગ્રેડમાં- 16, A2 ગ્રેડમાં- 550, B1 ગ્રેડમાં- 1804, B2 ગ્રેડમાં- 3404, C1 ગ્રેડમાં- 4666, C2 ગ્રેડમાં- 3126, D ગ્રેડમાં- 304, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news