સુશાંત સિંહ રાજપૂતની આત્યહત્યા પર પરેશાન કરે છે અંકિતા લોખંડે, કૃતિ સેનન અને રિયા ચક્રવર્તીનું મૌન!


સુશાંત પોતાની ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઇફ અને રિલેશનશિપને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. અંકિતા લોખંડેની સાથે સુશાંતના સંબંધો લગભગ 6 વર્ષ સુધી રહ્યો હતો. 
 

 સુશાંત સિંહ રાજપૂતની આત્યહત્યા પર પરેશાન કરે છે અંકિતા લોખંડે, કૃતિ સેનન અને રિયા ચક્રવર્તીનું મૌન!

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં રહ્યાં નથી. રવિવારે તેમણે મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની આત્મહત્યા પર ન માત્ર ફેન્સ પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. જાણવા મળી રહ્યું છે કે, તે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને આ કારણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે સુશાંતના આપઘાતની પુષ્ટિ કરી છે, પરંતુ સુશાંતના મોત પર ઇન્ડસ્ટ્રીઝના કેટલાક લોકોનું મૌન પરેશાન કરનારુ છે. કેટલાક લોકો તેવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે વ્યક્તિગત જીવનની મુશ્કેલીને કારણે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. 

પોતાની રિલેશનશિપને કારણે ખુબ ચર્ચામાં રહ્યો સુશાંત
સુશાંત પોતાની ફિલ્મો સિવાય પોતાની પર્સનલ લાઇફ અને રિલેશનશિપને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. અંકિતા લોખંડેની સાથે સુશાંતના સંબંધો લગભગ 6 વર્ષ સુધી રહ્યો હતો. આ બંન્નેના અલગ થયા બાદ સુશાંતનું નામ કૃતિ સેનની સાથે અને રિયા ચક્રવર્તીની સાથે પણ જોડવામાં આવ્યું હતું. કેટલાક લોકોનું કહેવું છે કે સુશાંતની પર્સનલ લાઇફ પણ આત્મહત્યાનું કારણ હોઈ શકે છે, જે હંમેશા ચર્ચામાં રહી છે. 

તે એક ફિલ્મ જેમાં કામ ન કરી શકવાનું સુશાંત સિંહ રાજપૂતને હંમેશા રહ્યુ દુખ  

પરેશાન કરનારી છે અંકિતા, કૃતિ અને રિયાનું મૌન
સુશાંતનું બોલીવુડમા નામ માત્ર અંકિતા લોખંડે, કૃતિ સેનન અને રિયા ચક્રવર્તીની સાથે જોડવામાં આવ્યું હતું. આ ત્રણેય અભિનેત્રીઓ સુશાંતના મોતની કેટલિક કલાકો પહેલા સુધી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી છે પરંતુ સુશાંતની આત્મહત્યા બાદ આ ત્રણેયનું કોઈ રિએક્શન આવ્યું નથી. તેનાથી તે વાતને બળ મળે છે કે સંભવ છે કે સુશાંતની પર્સનલ લાઇફમાં પણ ખુબ પરેશાન હતો જેના કારણે તેણે આત્મહત્યા જેવુ પગલુ ભર્યું છે. 

ક્યારેક ખુબ મજબૂત હતા સુશાંત અને અંકિતાના સંબંધ
સુશાંત અને અંકિતા ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાના સેટ પર મળ્યા અને ત્યારબાદ બંન્નેને પ્રેમ થઈ ગયો હતો. કેટલાક સમયમાં અંકિતા અને સુશાંત લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા. પરંતુ કેટલિક વાતને લઈને મતભેદ થયા હતા. એક સમય એવો હતો કે ટીવી જગતમાં આ બંન્નેની જોડી વધુ ચર્ચામાં રહી હતી. 

સુશાંતનું બોલીવુડ કરિયર ધીમે-ધીમે આગળ વધવા લાગ્યું હતું કે ત્યારે બંન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. કહેવામાં આવ્યું હતું કે જ્યારે સુશાંત બોલીવુડમાં ઝડપથી આગળ વધી રહ્યો હતો ત્યારે અંકિતાનું કરિયર થોભી ગયું હતું. જાણા મળી રહ્યુ હતું કે, તે સમયે સુશાંતની સાથે લગ્ન કરી ઘર વસાવવા ઈચ્છતી હતી પરંતુ સુશાંત પોતાના કરિયર પર ધ્યાન આપવા ઈચ્છતો હતો. 

રિયાને સુશાંતને મોકલી દીધો હતો ઘરે?
રિયા ચક્રવર્તી અને સુશાંતે ક્યારેય ખુલીને પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો નથી. પરંતુ બંન્નેને ઘણા સમયથી સાથે જોવા મળતા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિયા સુશાંતની સાથે રહી હતી અને આત્મહત્યા પહેલા સુશાંતે કથિત રીતે રિયાને પોતાના ઘરે મોકલી દીધી હતી. રિયાએ સુશાંતના મોતની કેટલિક કલાકો પહેલા ઇન્સ્ટા પર પોતાની તસવીર પોસ્ટ કરી હતી પરંતુ સુશાંતના મોત બાદ તેનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી. સંભવ છે કે સુશાંતના મોતથઈ રિયા શોકમાં છે પરંતુ તેની ખામોશી સવાલ તો ઉભા કરે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news