અમરોલીમાં બે દીકરીઓએ માતાને આપી અંતિમ વિદાય; દીકરાઓની કમી પૂરી કરી સમાજને અલગ સંદેશ આપ્યો
અમરોલીમાં સમાજ માટે એક નવી જ રાહ ચિધતી દીકરીઓને જોઈને કોઈનું પણ માથું ગર્વથી ઉપર થઈ જાય તેમ છે. અમરોલીમાં 85 વર્ષીય માતાના અવસાન બાદ કાંધ દીકરીઓએ આપી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: કહેવાય છે ને કે દીકરી દીકરો એક સમાન એવા અનેક કિસ્સા અત્યારના આધુનિક યુગમા સામે આવી રહ્યા છે. જૂની રૂઢી પ્રમાણે અમુક કાર્ય માત્ર દીકરા જ કરતા હતા, પરંતુ હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.
અમરોલીમાં સમાજ માટે એક નવી જ રાહ ચિધતી દીકરીઓને જોઈને કોઈનું પણ માથું ગર્વથી ઉપર થઈ જાય તેમ છે. અમરોલીમાં 85 વર્ષીય માતાના અવસાન બાદ કાંધ દીકરીઓએ આપી હતી. બે દીકરીઓએ માતાને કાંધ આપી અંતિમસંસ્કાર કર્યા હતા. વૃદ્ધ દીકરીઓએ માતાને અંતિમ વિદાય આપી હતી. દીકરાઓની કમી અમરોલીમાં દીકરીઓએ પૂરી પાડી હતી. સમાજને એક સંદેશો આપી અંતિમ ક્રિયાની વિધિ દીકરીઓએ કરતા લોકો જોઈ રહ્યા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા 85 વર્ષીય રળિયાત બેન મોહન ભાઈ પુંભડિયા નામના વૃદ્ધાનું અવસાન થયું હતું. અને તેમની અંતિમ યાત્રામા તેમની દીકરીઓએ અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી સાથે ગઈ હતી. જૂની રૂઢી પ્રમાણે અંતિમ યાત્રામાં મહિલાઓ જોડાઈ શકે નહીં અને માત્ર શેરીના નાકા સુધી જતી હતી.
પરંતુ અત્યારના આધુનિક યુગમાં નારી પુરુષ સમોવડી બની છે. તેથી અંતિમયાત્રામાં પણ જોડાઈ હતી. આ કિસ્સો કહી જાય છે કે મહિલાઓ ઘરનો ઉંબરો ઓળંગી આધુનિક યુગમાં પુરુષની સાથે ખભેખભો મિલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે