સુરત: લોકસભાની ચૂંટણી પહેલા 55813 નવા મતદારનો થયો ઉમેરો

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે મોટા ભાગની રાજકીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પણ લાગી ગઇ છે. ત્યારે સુરત જીલ્લા કલેકટર દ્વારા ઇલેકશનને લઇને તૈયારીઓનો દૌર શરુ કરી દીધો છે. મંગળવારે કલેકટર ધવલ પટેલ દ્વારા મિડિયા બ્રિફિંગ કરવામા આવ્યુ હતુ. 

સુરત: લોકસભાની ચૂંટણી પહેલા 55813 નવા મતદારનો થયો ઉમેરો

ચેતન પટેલ/ સુરત: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે મોટા ભાગની રાજકીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પણ લાગી ગઇ છે. ત્યારે સુરત જીલ્લા કલેકટર દ્વારા ઇલેકશનને લઇને તૈયારીઓનો દૌર શરુ કરી દીધો છે. મંગળવારે કલેકટર ધવલ પટેલ દ્વારા મિડિયા બ્રિફિંગ કરવામા આવ્યુ હતુ. 

કલેક્ટર દ્વારા કરવામાં બ્રિંફિંગમાં તેઓએ ઇલેકશનને લઇને માહિતિ આપી હતી. જેમા 2019 જાન્યુઆરી સુધી કુલ્લ મતદારોની સંખ્યા 41,02,203 છે. જે પૈકી પુરુષોની સંખ્યા 22,23,184 , સ્ર્ત્રી મતદારોની 18,78,934 તથા અન્ય મતદારોની ંસખ્યા 85 છે. આ વખતે 4477 પુલિંગ સ્ટેશન તથા 1757 પુલિંગ સ્ટેશન લોકેશન ઉભા કરવામા આવ્યા છે.

આ જિલ્લાની શાળામાં વિદ્યાર્થી નહિ પણ શિક્ષકો છે અનિયમિત, સામે આવી લાલીયાવાડી

વોટિંગ કાર્ડને લઇને કોઇ પણ પ્રશ્નો હોય તો તેના માટે 1950 નંબરનો ટોલ ફ્રી સેવા ઉપલ્બધ કરવામા આવી છે. બે દિવસમા 260 લોકોએ આ સેવાનો લાભ લીધો છે. તો આ વર્ષે 18 થી 19 વર્ષમા 55813 નવા મતદારોનો ઉમેરો થયો છે. કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલી ટોલફ્રી સેવા ખુબ જ સુદર કાર્ય માનાવામાં આવી રહ્યું છે. જેનાથી સામાન્ય જનતાને પડતી તકલીફો દૂર થશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news