હે પ્રભુ! સુરતમાં 20 વર્ષીય યુવકનું મોત, બપોરે જમીને સૂઈ ગયો, પત્નીએ જગાડતાં જાગ્યો જ નહીં!

heart attack in Gujarat: સુરતના કાપોદ્રા પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાતપાણીની નોકરી પતાવીને 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો.  

હે પ્રભુ! સુરતમાં 20 વર્ષીય યુવકનું મોત, બપોરે જમીને સૂઈ ગયો, પત્નીએ જગાડતાં જાગ્યો જ નહીં!

Another death due to heart attack in Gujarat: યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજ ગુજરાતમાં બેથી વધુ હાર્ટએટેકના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 20 વર્ષીય રત્નકલાકારનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ હાર્ટ અટેકના કારણે મૃત્યું થયું હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતનું સાચું કારણ જાણવા PM કરવામાં આવ્યું છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાતપાણીની નોકરી પતાવીને 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો.  

ત્યારબાદ પત્નીએ રાહુલને જગાડતાં જાગ્યો ન હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં અશોકકુમારનું હૃદય હુમલાનો કારણે મોત થયું હોવાની શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.

અમદાવાદના યુવકને બસમાં આવ્યો હાર્ટએટેક
નોંધનીય છે કે, રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના 29 વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. હર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે બસમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોત નિપજ્યું. 

એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.

હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news