સુરત: કોરોનાના નવા 14 કેસ નોંધાયા, સૌથી વધુ દર્દીઓ લિંબાયત ઝોનના

સુરત શહેરમાં બીજા 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા જે કેસ નોંધાયા છે તેમાં લિંબાયત ઝોનના સૌથી વધુ દર્દીઓ છે. સમગ્ર વિસ્તારને હાલ સેનેટાઈઝ કરાયો છે. દર્દીને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. 
સુરત: કોરોનાના નવા 14 કેસ નોંધાયા, સૌથી વધુ દર્દીઓ લિંબાયત ઝોનના

ચેતન પટેલ, સુરત: સુરત શહેરમાં બીજા 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા જે કેસ નોંધાયા છે તેમાં લિંબાયત ઝોનના સૌથી વધુ દર્દીઓ છે. સમગ્ર વિસ્તારને હાલ સેનેટાઈઝ કરાયો છે. દર્દીને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. 

અત્રે જણાવવાનું કે સુરતમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરાયા હતાં તે મુજબ 1049 કેસ નોંધાયા છે. આજે બીજા નવા 14 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 10989 કોરોના કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 8144 કેસ નોંધાયા છે અને ત્યારબાદ સુરતમાં કોરોનાના વધુ કેસ છે. 

જુઓ LIVE TV

સુરતથી બપોરે 4 વાગે ઉત્તરાખંડ માટે ટ્રેન રવાના થશે
ઉત્તરાખંડ સરકારે મહત્વનો નિર્ણય લેતા પોતાના શ્રમિકો માટે વિના મૂલ્યે ટ્રેન દોડાવશે. 20 હજાર જેટલા શ્રમિકો ઉત્તરાખંડના સુરતમાં વસે છે. આ ટ્રેન બપોરે 4 વાગે રવાના થશે. લોકોમાં જેને લઈને ખુશીની લહેર દોડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news