નાણામંત્રીની મોટી જાહેરાત- 40 હજાર કરોડ વધારવામાં આવ્યું મનરેગા યોજનાનું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમન 20 લાખ રૂપિયાના આર્થિક પેકેજ સાથે જોડાયેલા પાંચમાં અને છેલ્લા ભાગની જાહેરાત આજે કરી રહ્યાં છે. આ પહેલા સતત ચાર દિવસ સુધી નાણામંત્રીએ પત્રકાર પરિષદ યોજીને અનેક જાહેરાતો કરી હતી. આ સાથે નાણામંત્રીએ આત્મનિર્ભર ભારતને લઈને સરકારનો રોડમેપ પણ જનતાને જણાવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમન 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ સાથે જોડાયેલા પાંચમાં અને છેલ્લા ભાગની જાહેરાત કરી રહ્યાં છે. નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે, આપદાને અવસરમાં ફેરવવાની જરૂર છે. તે પ્રમાણે આર્થિક પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ પેકેજમાં લેન્ડ, લેબર, લો, લિક્વિડિટી પર ભાર આપવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતામરને કહ્યું કે, પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બિનિફિટ ટ્રાન્સફર કેશ કરવામાં આવ્યા છે. આ ખાતા હેઠળ 8.19 કરોડ કિસાનોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતરમને કહ્યું કે, દેશના 20 કરોડ જન-ધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ 6.81 કરોડ રસોઈ ગેસ ધારકોને ફ્રી સિલિન્ડર આપવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતામરને કહ્યું કે, ગરીબોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારોએ પણ મજૂરો માટે વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, લોકોને અનાજ આપીને મદદ કરવામાં આવી છે. દાળ પણ 3 મહિના પહેલા એડવાન્સમાં આપી દેવામાં આવી છે. FCI, NAFED અને રાજ્યોના મજબૂત પ્રયાસોની પણ પ્રશંસા કરુ છું જેણે લોજિસ્ટિકનો આટલો મોટો પડકાર હોવા છતાં આટલી મોટી માત્રામાં દાળ અને અનાજનું વિતરણ કર્યું છે. જનધન એકાઉન્ટ યોજનામાં 20 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 10025 કરોડ રૂપિયાની આ રકમ છે. 2.20 કરોડ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન વર્કરની પણ સહાયતા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ઈપીએફઓ દ્વારા લોકોની સહાયતા કરવામાં આવી છે. 6 કરોડ લોકોને ગેસનો બાટલો આપવામાં આવ્યો. દાળ અને અનાજ વધુ બે મહિના માટે ફ્રી આપવામાં આવ્યું છે. મજૂરોને લઈ જવા માટે જે ટ્રેન ખર્ચ થયો તેમાં 85 ટકા કેન્દ્ર સરકારે આપ્યા છે.
નાણામંત્રીએ કહ્યું કે, અમે મનરેગા, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં હેલ્થ, બિઝનેસ, કંપનીઓનું ડિક્રિમિનલાઇઝેશન, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, રાજ્ય સરકાર અને સંસાધનો માટે જાહેરાત કરી રહ્યાં છીએ.
મનરેગાનું બજેટ 40 હજાર કરોડ વધારવામાં આવ્યું
કેન્દ્ર સરકારે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારની યોજના મનરેગાના બજેટમાં મોટો વધારો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, મનરેગાનું બજેટ 40 હજાર કરોડ રૂપિયા વધારવામાં આવ્યું છે. પહેલા મનરેગાનું બજેટ 61 હજાર કરોડ રૂપિયા હતું, હવે તેમાં 40 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
દરેક ક્લાસ માટે, એક ચેનલ
સરકાર ઓનલાઇન લર્નિંગ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ સિલસિલામાં સરકાર પ્રથમ ક્લાસથી લઈને 12મા ક્લાસ સુધી એક ચેનલ લોન્ચ કરશે. એટલે કે દરેક ધોરણ માટે એક ચેનલ હશે. બાળકોને મનોવૈજ્ઞાનિક રૂપથી સ્વસ્થ રાખવા માટે મનોદર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. દિવ્યાંગો માટે વિશેષ ઇ કન્ટેન્ટ લાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે