કોરોનાએ છીનવી મારી લાડકવાયી...14 દિવસની બાળકીનું મોત, પિતાએ હૈયે લગાવી કર્યું આક્રંદ
કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. સુરતમાં 14 દિવસની બાળકીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો
Trending Photos
તેજશ મોદી, સુરત: કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. સુરતમાં 14 દિવસની બાળકીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. માતા પોઝિટિવ આવતા બાળકીને જન્મ બાદ કોરોના થઈ ગયો હતો. બાળકી ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. બાળકીનો જીવ બચાવવા માટે પૂર્વ મેયરે પણ પ્લાઝમા ડોનેટ કર્યું હતું પરંતુ આમ છતાં બાળકીને બચાવી શકાય નહીં. વ્હાલીસોયીને હૈયે લગાવીને પિતાએ આક્રંદ કર્યું જેનાથી કઠણ કાળજાના લોકોની પણ આંખો ભીની થઈ ગઈ.
મળતી માહિતી મુજબ સુરતના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં આ 14 વર્ષની બાળકી સારવાર હેઠળ હતી. કોરોનાની આ નવી લહેર બાળકો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. છેલ્લા 30 દિવસમાં 10 વર્ષ સુધીના 286 બાળકો કોરોનાની ચુંગલમાં સપડાયા છે. જેમાંથી આ 14 વર્ષની બાળકી સહિત ત્રણ જેટલા બાળકો મોતને ભેટ્યા છે. અનેક હોસ્પિટલોમાં બાળકો વેન્ટિલેટર અને ઓક્સિજન પર સારવાર હેઠળ છે.
આ 14 વર્ષની બાળકીના પિતાએ પોતાની વ્હાલીસોયીને હૈયે લગાવીને હૈયાફાટ આક્રંદ કર્યું. તેમણે કહ્યું કે જેનું કન્યાદાન કરવાના સપના જોયા હતા તેનું હવે તર્પણ કરવું પડશે. બાળકીનું નામ યશ્વિનીબા પાડવાની ઈચ્છા હતી પરંતુ હજુ તો નામ પણ નહતું પાડ્યું અને તે જતી રહી.
વધુ વિગતો માટે જુઓ VIDEO
બીજી લહેર બાળકો માટે જોખમી બની રહી છે
આ વખતની કોરોનાની નવી લહેર બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. નવજાતથી માડીને 10 વર્ષની ઉમરના 286 જેટલા બાળકો કોરોનાની ઝપેટમાં આવેલા છે. બાળકોને જો તાવ, નબળાઈ, ઉલ્ટી- ડાયેરિયા અથવા શ્વાસમાં તકલીફ જેવું જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે