SURAT : 13 વર્ષના આ ટેણીયાઓએ એવું સોફ્ટવેર વિકસાવ્યું કે, વિદેશી વૈજ્ઞાનિકો પણ માંગી રહ્યા છે મદદ
Trending Photos
તેજસ મોદી/સુરત : વિદ્યાર્થીઓ હવે અલગ અલગ વિષયો પર રિસર્ચ કરી રહયા છે, તેમની દુનિયા અને અવકાશ વિષે નવું જાણવાની જિજ્ઞાસાઓ વધી રહી છે, ત્યારે સુરતના બે વિદ્યાર્થીઓએ કોરોનલ માસ ઈજેકશન રિસર્ચ કર્યુ. ધ્વનિત દેસાઈ અને તનય મન્દનાએ સૂર્યના ક્ષેત્રમાંથી આવતા પાર્ટીકલ જે પૃથ્વીને નુકશાન કરી શકે છે. તેને અટકાવવા માટે રીસર્ચના પરિણામ રૂપે એક સોફ્ટવેર તૈયાર કર્યું. આ બંને ધો-8 માંના વિદ્યાર્થીઓ છે. તેની આ રિસર્ચથી પ્રભાવિત થઇ ન્યૂયોર્ક, કેનેડા અને સિંગાપોરના વૈજ્ઞાનિક સંગઠનો દ્વારા તેમને પોતાના દેશમાં બોલાવવામાં આવ્યા છે.
બંને વિદ્યાર્થીઓ ત્રણેય દેશમાં જઈ પોતાનું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરશે. સૂર્યના ક્ષેત્રમાંથી અમુક પાર્ટીકલ બહાર આવે છે જે 3000 હજાર કિમી પ્રતિ સેકન્ડ કે તેથી વધુ ઝડપે આવી પૃથ્વી સાથે ટકરાય છે. આવું થવાથી પૃથ્વી આસપાસ બનેલા સ્તરને મોટું નુકસાન પહોંચી શકે છે. કોરોનલ માસ ઈજેકશન જ્યારે થાય ત્યારે મિલિયન્સ કિલોગ્રામ પાર્ટીકલ્સ નીકળે છે. તેના કારણે અવકાશમાં તરી રહેલા સેટેલાઇટને પણ નુકશાન થી શકે છે. અમેરિકાની સ્પેશ એજન્સી નાસાની સેટેલાઈટ હંમેશા સૂર્યનું નિરિક્ષણ કરે છે. તેથી આ નુકશાનને રોકવા માટે બંને વિદ્યાર્થીઓએ નાસાની રજીસ્ટ્રીમાંથી ડેટા લઈ 10 વર્ષનો ડેટા એનાલિસીસ કર્યો.
આ રીસર્ચના પરિણામરૂપે આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર તૈયાર કર્યું. ધ્વનિત દેસાઈ અને તનય મન્દનાએ બનાવેલા સોફ્ટવેરમાં ડેટા નાંખીને અનુમાન લગાવી શકાશે સૂર્ય માંથી પાર્ટીકલ્સ કયારે નીકળશે, અને ક્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેમજ આ ડેટા સૂર્યના વાતાવરણને સમજવામાં આપણી ક્ષમતા વધારે છે. જે આપણા સેટેલાઈટને બચાવવામાં મદદ કરી શકે છે.
આ રિસર્ચ માટે આંતરાષ્ટ્રીય સ્તરે એપ્લાય કરવામાં આવ્યું હતું. એ જોઈને ત્રણેય દેશોના વૈજ્ઞાનિકોએ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં બોલાવી વિદ્યાર્થીઓને પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કરવા માટેનું આમંત્રણ આપ્યું છે. તેઓ તા.30 માર્ચના રોજ આઈસીએએસએસ કેનેડા, તા. 25 માર્ચના રોજ એનયુએસએસ સિંગાપોર અને તા. 22 એપ્રિલના રોજ આઈસીઈએસએસઈ ન્યૂયોર્કની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં જઈ ભારતને રિપ્રેઝન્ટ કરશે. આ રિસર્ચ તેમણે લવ કારિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે