એવા માથાભારે આરોપી કે વડોદરાના PI પાણીપુરી વેચવા માટે થયા મજબુર

દુમાડ સીમમાં ધર્મેશ કહાર નામના યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જે મામલે વડોદરા જિલ્લા અને સિટી પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પી સી બી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. 

એવા માથાભારે આરોપી કે વડોદરાના PI પાણીપુરી વેચવા માટે થયા મજબુર

રવિ અગ્રવાલ/વડોદરા: દુમાડ સીમમાં ધર્મેશ કહાર નામના યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જે મામલે વડોદરા જિલ્લા અને સિટી પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પી સી બી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. પીસીબી પીઆઈએ પાણીપુરી વાળાનો વેશ ધારણ કરી કઈ રીતે આરોપીને પકડ્યો. વડોદરાના દુમાડ ગામના સીમમાં 17 સપ્ટેમ્બર ના રોજ હત્યા કરીને ફેંકી દીધેલા લાશ મળી હતી. જે લાશની ઓળખ દાંડિયા બજારમાં રહેતા ધર્મેશ કહાર તરીકે થઈ હતી. હત્યા મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

જેની તપાસ જિલ્લા અને શહેર પોલીસ કરી રહી હતી. જેમાં પીસીબી પોલીસે કોલ ડીટેલ ના આધારે ધર્મેશ કહારની હત્યા કરનાર તેના જ સાગરીત અજય ઉર્ફે તડવીની ધરપકડ કરી. અજયની પૂછપરછમાં તેને જૂની અદાવતમાં આરોપી ધર્મેશની જીગ્નેશ મારવાડી અને કરણ ઉર્ફે છોટે સરદાર સાથે મળી હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો. જો કે આરોપીને પકડવા માટે પોલીસે ઘણી મહેનત કરવી પડી હતી.

આરોપી અજય તડવી મૃતક ધર્મેશ કહારનો જ મિત્ર છે. તેને મૃતક ધર્મેશને મળવાના બહાને બોલાવી હાઇવે પાસે હોટેલમાં જમવાના નામે મોપેડ પર બેસાડી લઈ ગયો. આરોપી અજય સાથે જીગ્નેશ મારવાડી પણ હતો બાદમાં પાછળથી કરણ સરદાર આવ્યો. જે ત્રણેયે મૃતક ધર્મેશ કહારને દુમાડ ગામની સીમમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયારના 10 જેટલા ઘા મારી હત્યા કરી લાશ ફેંકી દીધી. પી સી બી પોલીસે આરોપી અજયની મદદથી બંને આરોપીઓની ધરપકડ કરી. પી સી બી પીઆઈ રાજેશ કાનમિયા પોતે પાણીપુરીની લારી પર પાણીપુરીનો વેશ ધારણ આરોપીની રાહ જોતા હતા. બાદમાં આરોપી આવતા પીસીબીની ટીમે આરોપી કરણ ઉર્ફે છોટે સરદારને ઝડપી પાડયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news