વિદ્યાર્થી પહેલા ઓનલાઇન શિક્ષણનો ઇન્કાર કરતા હતા હવે ઓફલાઇનનો ઇન્કાર કરે છે

શહેરની એમએસ યુનિવર્સિટીમાં એજીએસજી યુનિયન દ્વારા ઓફલાઇન શિક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 80 ટકા અભ્યાસક્રમ ઓનલાઈન પૂર્ણ થઈ ગયો છે, ત્યારે 20 % અભ્યાસક્રમ માટે બહારગામના વિધ્યાર્થીઓ માટે એક મહિના માટે 10 હજારનો ખર્ચ કરવો પડે તેવી હાલત છે. યુનિવર્સિટી ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરિક્ષાનો વિકલ્પ આપે તેવી માગ કરી રહ્યા છે.
વિદ્યાર્થી પહેલા ઓનલાઇન શિક્ષણનો ઇન્કાર કરતા હતા હવે ઓફલાઇનનો ઇન્કાર કરે છે

વડોદરા : શહેરની એમએસ યુનિવર્સિટીમાં એજીએસજી યુનિયન દ્વારા ઓફલાઇન શિક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 80 ટકા અભ્યાસક્રમ ઓનલાઈન પૂર્ણ થઈ ગયો છે, ત્યારે 20 % અભ્યાસક્રમ માટે બહારગામના વિધ્યાર્થીઓ માટે એક મહિના માટે 10 હજારનો ખર્ચ કરવો પડે તેવી હાલત છે. યુનિવર્સિટી ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન પરિક્ષાનો વિકલ્પ આપે તેવી માગ કરી રહ્યા છે.

ઓન લાઇન પરીક્ષાની માંગ સાથે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસની છત પર ચડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટીના રજીસ્ટારને આવેદન પત્ર આપવામા આવ્યુ હતું. વિધ્યાર્થીઓના આકરા તેવરના પગલે યુનિવર્સિટીમાં પોલિસ બોલાવવી પડી હતી. સયાજીગંજ પોલિસનો કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. જો કે આવેદન પત્ર બાદ વિધ્યાર્થીઓ શાન્ત થયા હતા. જો કે રજુઆત કરવાની આ પધ્ધતિને રજીસ્ટારે અયોગ્ય ગણાવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, 80 ટકાથી પણ વધારે શિક્ષણ ઓનલાઈન મોડમાં કરવામાં આવ્યું છે. ત્યારે F.Y અને T.Yની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ મંત્રીને પણ પત્ર લખી વિદ્યાર્થીઓની સમસ્યાઓનો રજૂઆત કરવામાં આવી હતી. 

યુનિવર્સિટી સત્તાધીશો અને ગુજરાત સ્ટુડન્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓની બેઠકનો સુખદ અંત આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની મહત્તમ માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓને માટે હોસ્ટેલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં સુધી બહારના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ ન મળે ત્યાં સુધી બ્લેન્ડેડ મોડમાં ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવશે. જે પરીક્ષાઓ સરકારના આદેશ મુજબ ઓફ લાઈન જ લેવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news