નખત્રાણા: વનવિભાગને અતિદુર્લભ ગણાતરા હેણોતરાને બચાવ્યું, નિકળતા જ થયું....

નખત્રાણા નજીક રામપરની વાડીમાં શુક્રવારે સવારે દુર્લભ પ્રાણી ગણાતો હેણોતરો કુવામાં પડી ગયો હતો. જો કે ગ્રામજનો અને વનવિભાગ દ્વારા તેનું રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. જે કે બહાર નિકળતાની સાથે જ વન્યક્ષેત્રમાં ગાયબ થઇ ગયો હતો. અતિચપળ અને ચાલાક ગણાતા હેણોતરાને 7 વર્ષ અગાઉ આ જ વિસ્તારમાંથી રેસક્યું કર્યો હતો. ત્યારબાદથી તે વિલુપ્ત થઇ ચુક્યો હતો. એકલ-દોકલ લોકોએ જ તેને જોયો હતો. બીજી તરફ નખત્રાણા પૂર્વ રેન્જના રામપર વિસ્તારમાં સવારે કુવામાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષકના માર્ગદર્શનથી પૂર્વ રેન્જના આર.એફ.ઓ સહિતનાં સ્ટાફે ઓપરેશન હાથ ધર્યું હતું. 
નખત્રાણા: વનવિભાગને અતિદુર્લભ ગણાતરા હેણોતરાને બચાવ્યું, નિકળતા જ થયું....

કચ્છ : નખત્રાણા નજીક રામપરની વાડીમાં શુક્રવારે સવારે દુર્લભ પ્રાણી ગણાતો હેણોતરો કુવામાં પડી ગયો હતો. જો કે ગ્રામજનો અને વનવિભાગ દ્વારા તેનું રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. જે કે બહાર નિકળતાની સાથે જ વન્યક્ષેત્રમાં ગાયબ થઇ ગયો હતો. અતિચપળ અને ચાલાક ગણાતા હેણોતરાને 7 વર્ષ અગાઉ આ જ વિસ્તારમાંથી રેસક્યું કર્યો હતો. ત્યારબાદથી તે વિલુપ્ત થઇ ચુક્યો હતો. એકલ-દોકલ લોકોએ જ તેને જોયો હતો. બીજી તરફ નખત્રાણા પૂર્વ રેન્જના રામપર વિસ્તારમાં સવારે કુવામાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષકના માર્ગદર્શનથી પૂર્વ રેન્જના આર.એફ.ઓ સહિતનાં સ્ટાફે ઓપરેશન હાથ ધર્યું હતું. 

જો કે કુવામાંથી કાઢતાની સાથે જ દુર્લભ ગણાતુ એવું આ ચપળ પ્રાણી ભાગી ગયું હતું. જેમાં ગ્રામજનો પણ જોડાયા હતા. જો કે વન વિભાગ દ્વારા તેને કાઢીને જીપીએસ અક્ષાંશ અને રેખાંશની વનવિભાગે નોંધ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના વનવિભાગ દ્વારા 2016માં કરવામાં આવેલી વસ્તીગણતરીમાં કચ્છના માત્ર 9 હેણોતરા હોવાનું સામે આવ્યું હતું. હેણોતરો બિલાડીના કુળનું ચાલાકપ્રાણી છે, જે સરળતાથી દસફુટ સુધી કુદકો મારીને શિકારને છોડતું નથી. કચ્છમાં લખપત, નખત્રાણા અને નારાયણ સરોવર સહિત વિસ્તારોમાં નોંધાયેલું છે. 

સિરામીક ઉદ્યોગમાં લાંબુ વેકેશન: મોરબી એસ.ટી મથકો પર સેંકડો મજુરોનો ધસારો
હલચલ જાણવા માટે ટ્રેપ કેમેરા મુકશે વનતંત્ર
હેણોતરો આ અગાઉ 2016માં દયાપરના વનવિભાગના ડ્રાઇવર દ્વારા નોંધાયો હતો. જો કે હવે નખત્રાણામાં દેખા દેતા અમે નિર્વસનતંત્ર સુધારણા માટે ખાસ પ્લાન રાજ્યસ્તરે મુકી દીધો છે. જેથી ફિલ્ડવર્ક થશે અને શોધવા માટે ખાસ પ્રકારના ટ્રેપ કેમેરા ફિક્સ કરવામાં આવશે. જીપીએસ ડેટાના આધારે આજથી જ આ કામ ચાલુ થઇ ચુક્યું છે.હેણોતરાનું સાઇટિંગ એક સારા સમાચાર હોવાનું વનતંત્ર જણાવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news