કોરોના વાયરસને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક સ્થળો રાજ્ય સરકારે કર્યાં બંધ


રાજ્ય સરકારે કોરોના વાયરસને પહલે પહેલા શાળા, કોલેજ અને સિનેમાઘરોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. 

કોરોના વાયરસને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક સ્થળો રાજ્ય સરકારે કર્યાં બંધ

ગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ દરરોજ કેસોની સંખ્યા વધી રહી છે. દેશભરના અનેક રાજ્યોમાં શાળા, કોલેજ, મોલ, સિનેમાહોલ અને પ્રવાસન સ્થળો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોરોના વાયરસને કારણે ઊભી થયેલી સ્થિતિને કારણે આ નિર્ણય લીધો છે. આ પહેલા ગુજરાત સરકારે પણ શાળા, કોલેજ અને સિનેમાઘર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના પરિસરને 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

રાજ્યમાં આવેલા અનેક સ્મારકો અને મ્યુઝિયમ બંધ
રાજ્ય સરકારે કોરોના વાયરસને પહલે પહેલા શાળા, કોલેજ અને સિનેમાઘરોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સિયાવ જાહેર સ્થળે લોકો ભેગા ન થાય તે માટે 29 માર્ચ સુધી પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે રાજ્યભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય 16 જેટલા મ્યુઝિયમ, સંગ્રાહાલયને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દાંડી કુટીર સંગ્રહાલય ગાંધીનગર, વોટસન મ્યુઝિયમ રાજકોટ, વડનગર સંગ્રહાલાય સહિત અનેક સ્થળોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news