કોરોના વાયરસથી દેશ સતર્ક, વૈષ્ણદેવી શ્રાઇન બોર્ડની અપીલ- યાત્રા પર ન આવે શ્રદ્ધાળુ


દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમામ મંદિરો, સ્મારકો અને પ્રવાસન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર લોકો ભેગા ન થાય તે માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તે દર્શન કરવા ન આવે. 

કોરોના વાયરસથી દેશ સતર્ક, વૈષ્ણદેવી શ્રાઇન બોર્ડની અપીલ- યાત્રા પર ન આવે શ્રદ્ધાળુ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમામ મંદિરો, સ્મારકો અને પ્રવાસન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર લોકો ભેગા ન થાય તે માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તે દર્શન કરવા ન આવે. 

કોરોના વાયરસને કારણે ઊભી થયેલી સ્થિતિને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે મંગળવારે યાત્રા સાથે જોડાયેલા તમામ પાસાંઓ અને તીર્થ યાત્રિકોની સુરક્ષાની સમીક્ષા કરી હતી. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સીઈઓએ તીર્થયાત્રિકોને સ્થિતિ સામાન્ય થવા સુધી પવિત્ર સુફાની તીર્થ યાત્રાને સ્થગિત કરવાની અપીલ કરી છે. 

આ વચ્ચે સંક્રમણથી બચવા માટે સાવચેતી માટે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. વૈષ્ણો દેવીની યાત્રા પર આવતા તમામ તીર્થયાત્રિકોએ યાત્રા રજીસ્ટ્રેશન કાઉન્ટર, હોટલ, હેલીપેડ ટર્મિનલ પર ઉપલબ્ધ સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવું પડી રહ્યું છે. આ સિવાય શ્રદ્ધાળુઓની યાત્રા માટે આગળ વધતા પહેલા કટરામાં ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ કરાવવું પડે છે. 

તાજમહેલ પણ બંધ
કોરોના વાયરસના પ્રકોપને જોતા તાજમહેલને મંગળવારથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે રાતથી નવી દિલ્હીમાં પર્યટન મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજમહેલ બંધ થવાથી ઘરેલૂ પર્યટન ઉદ્યોગને મોટો ઝટકો લાગશે, કારણ કે તેના બંધ થયા બાદ પર્યટન પોતાની બુકિંગ રદ્દ કરી દેશે. 

ભારતમાં સિનેમાઘરો સહિત મોટા ભાગની શાળા અને મનોરંજન સુવિધાઓને પહેલા જ બંધ કરી દેવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 137 કેસ સામે આવ્યા છે, જ્યારે 3ના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news