ફરી સ્ટેટ GST વિભાગનો સપાટો! તમાકુની 39 પઢીના 58 સ્થળોએ દરોડા, કરોડોની કરચોરી ઝડપાઈ
GST department raids : સ્ટેટ જીએસટી વિભાગે તમાકુના વેપાર સાથે સંકળાયેલી 39 પેઢીઓના 58 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરી રૂપિયા 4.70 કરોડની કરચોરી પકડી પાડી છે.
Trending Photos
GST department raids: રાજ્યમાં ફરી એકવાર GST વિભાગે સપાટો બોલાવ્યો છે. સ્ટેટ જીએસટી વિભાગે તમાકુની પેઢીઓ પર દરોડા પાડ્યા છે. સ્ટેટ જીએસટીએ તમાકુની 39 પેઢીઓના 58 સ્થળો રેડ પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 4.70 કરોડની કરચોરી પકડાઇ છે. અત્યાર સુધી 2.75 કરોડની વસુલાત કરવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે તમાકુના વેપાર સાથે સંકળાયેલ વેપારીઓની પેઢીઓ જીએસટીની ચપેટમાં આવી છે. તમાકુની 39 પેઢીઓના 58 સ્થળો રેડ પાડી રૂપિયા 4.70 કરોડ કરચોરી પકડી પાડી છે. જે સમગ્ર મામલે જીએસટી વિભાગે રૂપિયા 2.75 કરોડની વસુલાત કરી છે. ઉંઝા, મહેસાણા, સુરત, વાપી, વલસાડ અને રાજકોટ ખાતે સ્ટેટ જીએસટી વિભાગ સપાટો બોલાવ્યો છે. ટોબેકો કંપનીઓ દ્વારા બીલ વગર માલનું વેચાણ કરવામાં આવતું હતુ . .
ઉલ્લેખનીય છે કે, અગાઉ GST વિભાગે ઇમિગ્રેશન સેવા પુરી પાડતી પેઢીઓ પર તવાઈ બોલાવી હતી. વિઝા કન્સલ્ટન્ટ સાથે સંકળાયેલી 22 પેઢીઓના 53 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે