ધોરણ 10 પરિણામ: 74.66% સાથે સુરત પ્રથમ ક્રમે, 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા
Trending Photos
ચેતન પટેલ/સુરત :ધોરણ-10 નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 74.66 ટકા સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે. જેને કારણે સુરતના વિદ્યાર્થીઓ તથા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જોકે, પાછલા વર્ષ ની સરખામણી માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. આખા ગુજરાતમાં A1 ગ્રેડમાં સુરત મોખરે છે. સુરતના વિદ્યાર્થીઓએ કહ્યું કે, ગણિત અને અંગ્રેજીએ વિદ્યાર્થીઓને રડાવ્યા છે. જેથી તેઓએ બંને પેપરમાં ઓછા માર્કસ મેળવ્યા છે.
ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર, 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા
સુરતની પૂજા રામાણીએ 99.97 પર્સન્ટાઈલ મેળવીને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. તેણે કહ્યું કે, તે રોજ સવારે 6 વાગે ઉઠીને રિવીઝન કરવા બેસતી હતી. ઝી 24 કલાકની વાતચીતમાં તેણે કહ્યું કે, વર્ષ દરમિયાન તેણે કોઈ પણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. તેના સારા પરિણામમાં તેના શિક્ષકો અને માતાપિતાનો રોલ મહત્વનો રહ્યો છે. તે આગળ જઈને ડોક્ટર બનવા માગે છે. સાથે જ તેણે કહ્યું કે, વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિતના પેપરમાં બહુ માર પડ્યો છે.
માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર
તો અન્ય એક વિદ્યાર્થી ઘેવડિયા અભીએ 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. સારા પર્સન્ટાઈલ મેળવનાર ઘેવડિયા અભીના વિચારો સાવ નોખા છે. તેણે જણાવ્યું કે, મારી પાસે કરિયરમાં આગળ જવા માટે ઘણી લાઈન છે. પણ હું દેશ માટે કામ કરવા માગું છું. તેથી હું એવુ જ કરિયર પસંદ કરીશ જેમાં દેશસેવા હશે. મેં બોર્ડની પરીક્ષા દરમિયાન મોબાઈલનો ઉપયોગ બહુ જ ઓછો કરી નાંખ્યો હતો. તેમજ મિત્રો સાથે બહાર જવામાં સંયમ રાખ્યું હતું. મને ભણવામાં રસ હોવાથી મેં માત્ર સ્ટડી પર જ ફોકસ કર્યું હતું, જેનું પરિણામ મને મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે