પહેલા ડુપ્લીકેટ માવો, હવે ફૂગવાળી બ્રેડ...સાવધાન રહેજો રાજકોટવાસીઓ! ક્યાંક તમે પણ નથી ખાતાને વાસી ખોરાક?
રાજકોટના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી શ્રી રામેશ્વર બ્રેકર્સમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગે દરોડો કર્યો હતો. ગઈકાલે રાત્રે શ્રી રામેશ્વર બ્રેકર્સમાંથી ઈરફાન સુમરા નામના વ્યક્તિએ બ્રેડની ખરીદી કરી હતી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: જો તમે બ્રેડ ખાવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે. આજે રાજકોટના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી શ્રી રામેશ્વર બ્રેકર્સમાંથી વાસી ફૂગવાળી બ્રેડ મળી આવી હતી. આરોગ્ય વિભાગે નોટિસ ફાયકારી 80 કિલોગ્રામ બ્રેડ, પાઉં અને ખાખરાનો નાશ કર્યો હતો.
રાજકોટવાસીઓ ખાણી-પીણીના શોખીન હોઈ છે. પરંતુ છેલ્લા થોડા સમય થી રાજકોટમાં ખાણી-પીણીમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયું છે. આજે રાજકોટના સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી શ્રી રામેશ્વર બ્રેકર્સમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગે દરોડો કર્યો હતો. ગઈકાલે રાત્રે શ્રી રામેશ્વર બ્રેકર્સમાંથી ઈરફાન સુમરા નામના વ્યક્તિએ બ્રેડની ખરીદી કરી હતી.
જોકે બ્રેડ તેની દીકરીએ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થયું હતું. બ્રેડનું પેકેટ ચેક કરતા ફૂગ વળી ગયેલી બ્રેડ હોવાનું સામે અવ્યુ હતું. જેથી આજે ઈરફાનભાઈએ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ઓફિસે જઈને ફરિયાદ કરી હતી. જેથી ફૂડ વિભાગની ટીમે દરોડો કર્યો હતો. જેમાં વાસી ફૂગવાળી બ્રેડ, વાસી પાઉં અને ખાખરા મળી આવ્યા હતા. 80 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બ્રેડના નમૂના લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને દુકાનદારને નોટિસ ફટકારી હતી.
ફરિયાદી ઈરફાન સુમરાએ કહ્યું હતું કે, ગઈકાલે 8:30 વાગ્યે શ્રી રામેશ્વર બ્રેકર્સમાંથી બ્રેડ ખરીદી કરી ઘરે લઈ ગયો હતો. મારી પુત્રીએ બ્રેડ ખાધા બાદ રાત્રે ફૂડ પોઇઝનિંગ થયું અને હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. મારી દીકરી હોસ્પિટલમાં સારવારમાં છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગને જાણ કરી હતી. બ્રેડમાં ફૂગવાળી ગઈ હતી જે મેં અધિકારીઓને પણ જણાવ્યું છે.
બેકરીની કુંડળી
- શ્રી રામેશ્વર બ્રેકર્સ
- - માલીક-જીતુભાઇ દિનેશભાઇ કરચલીયા
- - 1 વર્ષ થી શ્રી રામેશ્વર બેકર્સ નામ થી આઉટલેટ ચલાવતા હતા..
- - લાઇસન્સ લેવા અરજી કરેલી છે..
- - બેકરી યુનિટનું FSSAI પાસે થી લાઇસન્સ લીધેલું છે..
- - 1 વર્ષ પહેલાં પણ આરોગ્ય વિભાગ દરોડો કરી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો..
- - આજે 80 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો..
- - નમૂના લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે...
- - હાલ ફૂડ વિભાગે શ્રી રામેશ્વર બેકર્સના માલીકને નોટિસ ફટકારી
તાજેતરમાં જ મોરબી રોડ પર આરોગ્ય વિભાગે દરોડો કરી સીતારામ ડેરી ફાર્મના પ્રોડક્શન યુનિટમાંથી 4.5 ટન ડુપ્લીકેટ મીઠો માવો ઝડપી લીધો હતો. જેમાં પણ ફૂગ જોવા મળી હતી. આજે વધુ એક બ્રેકર્સમાંથી ફૂગવાળી વસ્તુઓ મળી આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે બેકરીઓ, મીઠાઈની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ પ્રોડક્શન યુનિટોમાં તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે