અમદાવાદમાં હોર્ન મારવા મુદ્દે થઈ મોટી બબાલ! હિસ્ટ્રીશીટર યુવકે બે બહેનો પર કર્યો હુમલો

આરોપીની તપાસ કરતા તે અગાઉ પણ નાના મોટા 9 ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાની હકીકત સામે આવી હતી. જોકે ઘટના બની તે સમયે તે નશામાં હતો કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે માર મારી તેમજ એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે. 

અમદાવાદમાં હોર્ન મારવા મુદ્દે થઈ મોટી બબાલ! હિસ્ટ્રીશીટર યુવકે બે બહેનો પર કર્યો હુમલો

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ગુનેગાર બેફામ બની ગયા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. વાહન લઈને રસ્તે જતી બે બહેનોએ રસ્તા વચ્ચે ચાલતા શખ્સને હોર્ન મારતા યુવકે ઉશ્કેરાઈને બન્ને બહેનોને મૂઢ માર માર્યો હતો. જે યુવતીઓમાં એક યુવતીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાઇ હતી. આ મામલે સરદારનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે હિસ્ટ્રીશીટર હોવાનું ખુલ્યું છે.

સરદારનગર પોલીસ ની ગીરફત માં દેખાતા આ શખ્સનું નામ છે હિતેશ રાવલ. પકડાયેલા આરોપી અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે. બે યુવતીઓને સામાન્ય બાબતમાં બેરહેમીથી માર મારવાના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. 4 ઓક્ટોબર ના રોજ નરોડા વિસ્તારમાં રહેતી બે બહેનો એક્ટીવા પર ઘરે જઈ રહી હતી. તે સમયે ગેલેક્ષી અન્ડરબ્રિજ પાસે આવેલ ઉમા પાર્ક સોસાયટી રોડ પરથી પસાર થતા એક શખ્સ રોડ વચ્ચે ચાલતો હતો. જેથી યુવતી એ હોર્ન મારતા તેણે બંને બહેનોને ગંદી ગાળો આપીને જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. જે બાદ પણ આરોપી એ ન અટકી એક્ટીવાને લાત મારી ધક્કો મારી નીચે પાડી દીધી હતી. જે બાદ આરોપી એ બન્ને બહેનો ને ઢોર માર માર્યો હતો.

આ ઘટના બનતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસ કરતા તે અગાઉ પણ નાના મોટા 9 ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાની હકીકત સામે આવી હતી. જોકે ઘટના બની તે સમયે તે નશામાં હતો કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે માર મારી તેમજ એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે. 

મહત્વનું છે કે પૂર્વ વિસ્તારમાં અગાઉ પણ ગુનેગાર દ્વારા સામાન્ય જનતા પર હુમલાના અનેક બનાવો બની ચુક્યા છે. તેવામાં યુવતી ઓ પર જાહેર માં થયેલા હુમલા કેસમાં ખુદ મહિલા ડીસીપી એ તેઓ ની મુલાકાત લઈને આ કેસમાં કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં પોલીસ આરોપી સામે કેવી કડક કાર્યવાહી કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news