આ હોસ્પિટલમાં ભૂલેચૂકે પણ ના જતા! ટેસ્ટ માટે દર્દીઓની પરીક્ષા; 3 દિવસ પછી આવે છે વારો

જો તમે કોઈ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હશે, તો આ પ્રકારના દ્રશ્યો તમે જરૂર જોયા હશે. જે તે વિભાગમાં દર્દીઓની લાઈન એ સરકારી હોસ્પિટલમાં સામાન્ય ક્રમ છે. વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના આ દ્રશ્યો પણ તેનો જ ભાગ છે.

આ હોસ્પિટલમાં ભૂલેચૂકે પણ ના જતા! ટેસ્ટ માટે દર્દીઓની પરીક્ષા; 3 દિવસ પછી આવે છે વારો

ઝી બ્યુરો/વડોદરા: જિલ્લા અને મઘ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ફરી ચર્ચામાં છે. હોસ્પિટલમાં MRI, સિટી સ્કેન અને સોનોગ્રાફીના લેટેસ્ટ મશીનો તો વસાવી લેવાયા, પણ આ મશીનોને ઓપરેટ કરવા પૂરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ટેસ્ટ માટે ત્રણ દિવસ સુધીનું વેઈટિંગ ચાલે છે. પણ હોસ્પિટલના સત્તાધીશોનું માનીએ તો બધું બરાબર છે.

જો તમે કોઈ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હશે, તો આ પ્રકારના દ્રશ્યો તમે જરૂર જોયા હશે. જે તે વિભાગમાં દર્દીઓની લાઈન એ સરકારી હોસ્પિટલમાં સામાન્ય ક્રમ છે. વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના આ દ્રશ્યો પણ તેનો જ ભાગ છે. જો કે અહીં દર્દીઓની લાંબી લાઈન પાછળ બીજું એક કારણ પણ જવાબદાર છે. હોસ્પિટલમાં MRI, સિટી સ્કેન અને સોનોગ્રાફી સહિતના ટેસ્ટ માટે આધુનિક મશીનો તો છે, પણ તેમને ઓપરેટ કરવા માટે પૂરતો સ્ટાફ નથી. તેના પરિણામે ટેસ્ટ માટે વેઈટિંગ ચાલે છે. દર્દીઓના નંબર ત્રણ ત્રણ દિવસે આવે છે. જે ટેસ્ટના આધારે દર્દીએ સારવાર કરાવવાની હોય છે, તે ટેસ્ટ સમયસર થઈ શકતાં નથી.

SSG હોસ્પિટલમાં ટેક્નિશિયનોની ખાલી જગ્યાઓ પર નજર કરીએ તો, MRI ટેકનિશિયનની 4 જગ્યા, સિટી સ્કેનના ટેકનિશિયનની એક જગ્યા, એક્સ-રે ટેકનિશિયનની 1 જગ્યા અને રેડિયોલોજી વિભાગમાં 7 તબીબની જગ્યા ખાલી છે. જો કે આરએમઓનું માનીએ તો હોસ્ટિપલમાં પૂરતો સ્ટાફ છે. અમુક જગ્યાઓ સરકારમાંથી મંજૂરી નથી થઈ.

SSG હોસ્પિટલના આરએમઓ જ્યાં ટેક્નિશિયનનો પૂરતો સ્ટાફ હોવાનો દાવો કરે છે, ત્યાં એવી માહિતી પણ સામે આવી છે કે હોસ્પિટલે રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાંથી હંગામી કર્મચારીઓને નોકરીએ રાખ્યા છે. એટલે કે MRI, સિટી સ્કેન અને સોનોગ્રાફીના કરોડો રૂપિયાના મશીનો હંગામી કર્મચારીઓના ભરોસે છે. ટેસ્ટમાં વેઈટિંગનું કારણ મશીનની ક્ષમતા હોવાનો આરએમઓનો દાવો છે.

સવાલ એ છે કે જો SSG હોસ્પિટલમાં સ્ટાફની અછત નથી, તો પછી શું આંકડા ખોટા છે...? જે કાયમી જગ્યાઓ મંજૂર નથી થઈ, તે ક્યારે મંજૂર થશે. દર્દીઓએ ક્યાં સુધી ટેસ્ટ માટે રાહ જોવી પડશે. ટેસ્ટના અભાવે કોઈ જરૂરિયાતમંદ દર્દીની હાલત બગડશે તો તેના માટે જવાબદાર કોણ હશે. આ સવાલોના જવાબ હોસ્પિટલના સત્તાધીશોએ આપવા જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news