પહેલા વરસાદમાં સાપુતારામાં ST બસને અકસ્માત, 50 મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ

Accident In Dang : ડાંગ જિલ્લાનાં વઘઈ સાપુતારા રોડ પર મકર ધ્વજ મંદિર નજીક સરકારી એસટી બસને નડ્યો હતો અકસ્માત.... પ્રથમ વરસાદે ગંભીર અકસ્માત સર્જાયો
 

પહેલા વરસાદમાં સાપુતારામાં ST બસને અકસ્માત, 50 મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ

હિતાર્થ પટેલ/ડાંગ :ડાંગ પાસેના વઘઈમાં શિરડી-સુરત-બગસરા એસટી બસને અકસ્માત નડ્યો હતો. જિલ્લાનાં વઘઈ સાપુતારા રોડ પર મકર ધ્વજ મંદિર નજીક સરકારી એસટી બસ પલટી વળી ગઈ હતી. પ્રથમ વરસાદને પગલે એસટી બસનાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જોકે, બસમાં સવાર તમામ 40 થી 50 મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ ઈજાગ્રસ્તોને વઘઈ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ડાંગ જિલ્લાના વઘઇથી સાપુતારા આંતરાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતો હોય છે. ત્યારે વઘઈ સાપુતારા રોડ પર મકર ધ્વજ મંદિર નજીક સરકારી એસટી બસને અકસ્માત નડ્યો હતો. શીરડીથી સુરત બગસરા GJ 18Z 7669 બસના ચાલકે વરસાદી માહોલમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ પલટી ગઇ હતી. જોકે બસમાં મુસાફરી કરતાં 40 થી 50 જેટલા પેસેન્જરો સહિત ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી હતી. 

No description available.

આ અકસ્માતને પગલે પેસેન્જર્સમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને વઘઈ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસના અકસ્માતને લઈને મુસાફરો વૈકલ્પિક વાહનની માંગ કરી હતી. આ અકસ્માતને લઈને ડાંગ ધારાસભ્ય વિજય પટેલ સહિત વઘઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વસાવા અને પોલીસ સ્ટાફ સહિત એલસીબી પીએસઆઈ જયેશ વળવી ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news