સુરત પોલીસ સફાળી જાગી: શાળા-કોલેજો બહાર ડ્રાઇવનું આયોજન, ઘાતક હથિયારો સાથે 402 વિરુદ્ધ ગુનો દાખલ

સ્કુલ - કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થા બહાર અડ્ડો જમાવતા રોડ રોમ્યો અને ટપોરીઓ વિરુધ સુરત શહેર પોલીસ દ્વારા આજે 15 થી વધુ વિરુધ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે વેસુ વીઆઈપી રોડના બે કોફી શોપ અને ઈચ્છાપોર રોડની એક હોટલના કમી વિરુધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. બીજી બાજુ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરત શહેરના લિંબાયત પાંડેસરા ઉધના ડીંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ ઘાતક હથિયાર સાથે 402 લોકોની અટકાયત કરાઈ હતી. 
સુરત પોલીસ સફાળી જાગી: શાળા-કોલેજો બહાર ડ્રાઇવનું આયોજન, ઘાતક હથિયારો સાથે 402 વિરુદ્ધ ગુનો દાખલ

સુરત : સ્કુલ - કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થા બહાર અડ્ડો જમાવતા રોડ રોમ્યો અને ટપોરીઓ વિરુધ સુરત શહેર પોલીસ દ્વારા આજે 15 થી વધુ વિરુધ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે વેસુ વીઆઈપી રોડના બે કોફી શોપ અને ઈચ્છાપોર રોડની એક હોટલના કમી વિરુધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. બીજી બાજુ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરત શહેરના લિંબાયત પાંડેસરા ઉધના ડીંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ ઘાતક હથિયાર સાથે 402 લોકોની અટકાયત કરાઈ હતી. 

સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ પોલીસ, એકશનમાં આવી છે. સ્કુલ, કોલેજ, કોચીંદ ઈન્સ્ટીટયુટ અને મહિલા હોસ્ટેલની આજુબાજુ અડ્ડો જમાવતા રોડ રોમીયો અને ટપોરીઓ વિરુધ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતુ. જેને પગલે ગતરોજ પોલીસે 15થી વધુ કેસ કર્યા હતા. જયારે આજે અઠવાલાઈન્સની કે.પી. કોમર્સ કોલેજ, અમરોલીની આર.વી. પટેલ કોલેજ, પાંડેસરાની દેવકીનંદન સ્કુલ અને નગર પ્રાથમિક હિન્દી વિદ્યાલયની આજુબાજુ બિનજરૂરી ફરતા નજરે પડનાર વિરુધ પોલીસે કેસ કર્યા હતા. 

અમરોલી પોલીસે 2, રાંદેર પોલીસે -1, અઠવાલાઈન્સ પોલીસે -1, પાંડેસરા પોલીસે 4 અને ઉમરા પોલીસે 4 કેસ કર્યા હતા. જયારે કપલ બોકસ ઉપર પણ પ્રતિબંધ મુકયો છતાં વેસુ વીઆઈપી રોડ પર પેલેડીયમ પ્લાઝામાં ધ હાર્ટ કાફે અને આસ્થા કોર્પોરેટરમાં દુસ્તી કાફેમાં કપલ બોકસમાં હજી પણ ધમધમી રહ્યા હોવાથી તેમના સંચાલક અને ઈચ્છાપોરની અમવાદી તવા ફ્રાયમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. સાથે સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી ઉપરાછાપરી બનેલા હત્યા લૂંટ અને ચોરીના બનાવોના પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમર ખુદ એક્શનમાં આવી ગયા હતા.

સુરત શહેરમાં તમામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્પેશિયલ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર પોતે પણ સ્પેશિયલ ચેકીંગ અર્થે સાયકલિંગ પેટ્રોલિંગ પોતાની ટીમ સાથે નીકળતા હતા. પોલીસ કમિશનરે ગઈકાલે શહેરમાં આવેલા લિંબાયત પાંડેસરા ઉધના અને ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગનું DRIVE રાખવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસ કમિશનરે અજય કુમાર તોમરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, ગઈકાલે સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 402 લોકોને ઘાતક સત્ર સાથે ઝડપી પાડયા હતા. 402 લોકો વિરોધ અલગ-અલગ ધારા મુજબ ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે. વધતા જતા ક્રાઇમને અટકાવવા માટે પોલીસ કમિશનરે અલગ-અલગ પરિપત્ર પણ બહાર પાડતા હોય છે. પોતાની પોલીસને કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે કડક પડે અમલ કરવાનો આદેશ પણ આપ્યો હતો. જેના ભાગરૂપે અધધ ઘાતક શસ્ત્ર સાથે 402 ઝડપાયા હતા. જેને લઇને ગુનેગારોમાં પણ પોલીસનો ડર કાયમ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news