સોશિયલ મીડિયાની અત્યંત ગંભીર અસર: ભણવાની ઉંમરે તરૂણીએ કરી નાખ્યું એવું કામ કે...
ટેકનોલોજીના યુગમાં બાળકો અને ટીનેજર્સ માટે સોશિયલ મિડીયા જોખમી બન્યુ છે. ઓનલાઇન એજ્યુકેશનની આડમાં સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરતા બાળકોની માનસીકતા પર ખરાબ અસર પડે છે. સેટેલાઇટમાં શિક્ષકે ઠપકો આપતા બે બાળકોએ ઘર છોડ્યું હતું. તો સોશિયલ મીડિયામાં પ્રેમમાં પડેલી 11 વર્ષની બાળકીને પ્રેમી અપહરણ કરીને લઈ ગયો. હાઈટેક યુગમાં બાળકોને સલામતી કેમ છે જોખમમાં.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ટેકનોલોજીના યુગમાં બાળકો અને ટીનેજર્સ માટે સોશિયલ મિડીયા જોખમી બન્યુ છે. ઓનલાઇન એજ્યુકેશનની આડમાં સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરતા બાળકોની માનસીકતા પર ખરાબ અસર પડે છે. સેટેલાઇટમાં શિક્ષકે ઠપકો આપતા બે બાળકોએ ઘર છોડ્યું હતું. તો સોશિયલ મીડિયામાં પ્રેમમાં પડેલી 11 વર્ષની બાળકીને પ્રેમી અપહરણ કરીને લઈ ગયો. હાઈટેક યુગમાં બાળકોને સલામતી કેમ છે જોખમમાં.
સેટેલાઇટ વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો કે, વાલીએ પોતાના બાળકો પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું હોવાનો ખ્યાલ આવશે. બનાવની વાત કરીએ તો હોમવર્ક માટે શિક્ષકે ઠપકો આપતા બે સગીર સ્કૂલે જવાના બદલે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે આનંદનગરમાં 11 વર્ષની કિશોરી સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડી અને વેલેન્ટાઇન ડેના બીજા દીવસે 18 વર્ષના યુવક સાથે નાસી ગયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે કીશોરીને શોધી લીધી છે. જ્યારે યુવક નાસી છુટ્યો છે. જ્યારે બન્ને સગીર ટ્રેનમાં બેસીને ક્યાંય જતા રહે તે પહેલાં જ પોલીસે તેઓને શોધીને પરિવારને સોંપ્યા છે. આ બન્ને કિસ્સામાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન એજ્યુકેશનને લઈને બાળકોની માનસિકતા પર અસર જોવા મળી છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આનંદનગરમાં 11 વર્ષની બાળકીની ભાગી જવાની ઘટના પાછળ એક એવી વર્ચયુલી ઘટના છુપાયેલી છે. જે સમાજ માટે આવનારા દિવસોમાં ખતરાની ઘંટી બનીને સામે આવી શકે છે. કિશોરી ઓનલાઇન એજ્યુકેશનની સાથોસાથ સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરતી હતી. જેના કારણે તે પડોશમાં રહેતા યુવકના પ્રેમમાં પડી હતી. બન્ને જણાએ એક બીજાનો મોબાઇલ નંબર આપલે કર્યો અને બાદમાં ઇન્સ્ટગ્રામ અને ફેસબુકમાં ચેટીંગ કરવાની શરુ કર્યુ હતું. બન્ને જણા એટલી હદે સોશિયલ મિડીયામાં મશગુલ થઇ ગયા કે તેઓ ભણાવાની ઉમરે ઘર છોડીને નાસી ગયા હતા. પરંતુ પોલીસે મોબાઇલ લોકેશનના આધારે બાળકીને શોધીને પરિવારને સોંપી છે. મહત્વનું છે કે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોના માનસ પર ગંભીર અસર કરી છે. જેથી બાળકોને સોસીયલ મીડિયા અને મોબાઈલ થી દુર રહે તો જ સલામત રાખી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે