સોમનાથના જાલેશ્વર વિસ્તારમાં લોકોનો જીવ બચાવતા પોલીસ કર્માચારી જોખમમાં મુકાયો
વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયત કરી રહેલા પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતો. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.
Trending Photos
હેમલ ભટ્ટ/સોમનાથઃ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયત કરી રહેલા પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતો. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.
વાયુ વાવાઝોડાના કારણે લોકોનું સ્થાળાંતર કરી રહેલા સરકારી કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારીએ લોકોને બચાવા માટે મકાનના છાપરા પર લટકીને પોતાનો જીવ જોખમમાં નાખીને વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવા જતા પોતાનો જીવ જોખમમાં મુકી દીઘો છે.
મહત્વનું છે, કે ગુજરાતમાં વાયુ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોનું ગુજરાત સરકાર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યુ છે. લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પોલીસ, એનડીઆરએફની ટીમો, કોસ્ટગાર્ડ, આર્મી અને નેવીનો દરિયા કાંઠાના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાના સંકટને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
હજુ હવે 10 થી 15 હજાર લોકોનું સ્થળાંતર બાકી હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી. વાવાઝોડું ગુજરાતને ટચ કર્યા પછી ચોવીસ કલાક સુધી ચાલશે. હેલિકોપ્ટર અને એરફોર્સને તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યારે જરૂર પડશે ત્યારે તેમનો ઉપયોગ કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની કોઈ દિશા બદલાઈ નથી પણ વાવાઝોડુ વેરાવળ ઉપર આવવાનું હતું એની જગ્યાએ આવે દ્વારકા પર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે