‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે. 

‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ: ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે. 

વાયુ નામનું વાવાઝોડું પોરબંદરના દરિયા કાંઠે ટકરાય તેળી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે અને તમામ એજન્સીઓને સતર્ક રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. NDRFની 52 જેટલી ટીમે સંભવીત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

સવારે આઠ વાગ્યે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થશે: CM રૂપાણી
 
40 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી 
વાવાઝોડાથી પ્રભાવિત થનારા તમામ વિસ્તારને ખાલી કરવામાં આવ્યા છે. રેલવેની ત્રણ સ્પેશિય ટ્રેનો રાજકોટ ડિલિઝન, ભાવનગર ડિવિઝન ડિવિઝન અને વેરાવળના તળેટીય વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે વાવાઝોડાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા 70 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અને 28 જેટલી ટ્રેનોનો માર્ગ ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકોને સ્થળાંતરમાં તકલીફ ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચાલુ કરવાની યોજના બાનાવામાં આવી છે. આ વિશેષ ટ્રેન, ગાંધીધામ, ભાવનગર, પોરબંદર, વેરાવળ અને ઓખાથી ચાલશે જેથી ત્યાં ફસાયેલા લોકોને સ્થાળાંતર કરવામાં મદદ મળી શકે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news