ખળભળાટ: ગુજરાતમાં કયા સ્વામિનારાયણ મંદિરના સાધુનું શંકાસ્પદ મોત થયું? ભક્તોમાં અનેક તર્ક-વિતર્ક

સૂત્રોનું માનીએ તો મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી છે. પ્રબોધ સ્વામીના જૂથે કલેક્ટર કચેરીએ પહોંચી આ અંગે તપાસની માગ કરતા ગુણાતીત ચરણ સ્વામીની અંતિમક્રિયા અટકાવવામાં આવી છે અને  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 

ખળભળાટ: ગુજરાતમાં કયા સ્વામિનારાયણ મંદિરના સાધુનું શંકાસ્પદ મોત થયું? ભક્તોમાં અનેક તર્ક-વિતર્ક

રવિ અગ્રવાલ/વડોદરા: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામી બ્રહ્મલીન થયા છે. મંદિરમાં ગુણાતીત સ્વામીની અંતિમક્રિયાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે ગુણાતીત સ્વામીના નિધનના કારણો અંગે ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 

સૂત્રોનું માનીએ તો મોડી રાત્રે ગુણાતીત સ્વામીને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ ગુણાતીત સ્વામીના નિધનના કારણ અંગે શંકા વ્યક્ત કરી છે. પ્રબોધ સ્વામીના જૂથે કલેક્ટર કચેરીએ પહોંચી આ અંગે તપાસની માગ કરતા ગુણાતીત ચરણ સ્વામીની અંતિમક્રિયા અટકાવવામાં આવી છે અને  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પ્રબોધ સ્વામીના જૂથે મંદિર છોડી દીધું છે.

નોંધનીય છે કે, સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું મોત નિપજ્યું છે. મૃત્યુ બાદ તેમની અંતિમ ક્રિયાની વિધી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમનું મોત શંકાસ્પદ જણાતા તેઓની અંતિમવિધી રોકી નાંખવામાં આવી છે. કયા કારણોસર ગુણાતીત સ્વામીનું થયું છે મોત તે ચર્ચાનો વિષય બન્યો છે. ગુણાતીત સ્વામીના મૃત્યુ મામલે અનેક તર્ક-વિતર્કો ભક્તોમાં ચર્ચાઈ રહ્યા છે. 

જોકે સૂત્ર કહી રહ્યા છે કે મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી તેમનું મોત નીપજ્યું છે, પરંતુ હરીભક્તો આ માનવા તૈયાર નથી અને કયા કારણોસર નીપજ્યું મોત તેણે મોટો તપાસનો વિષય બનાવી દીધો છે. જ્યારે અમુક હરિભક્તોમાં સુસાઇડ કર્યા હોવાની પણ ચર્ચા છે. હરીભક્તોએ હાલ તપાસની માંગ કરી છે.

બીજી બાજુ સોખડા હરિધામ મંદિરમાં સ્વામીના મોત મામલે કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરી પહોંચ્યા. અને સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. ગુણાતીત ચરણદાસ ગુરુહરિપ્રસાદ દાસ (ઉં. 69 વર્ષ) છેલ્લા 40 વર્ષથી સાધુ હતા. તેમના મૃત્યુંની સૌથી પહેલા જાણ પ્રભુપ્રિય સ્વામીને થઈ હતી. મૃત્યુંનો સમય સાત વાગ્યાની આસપાસ હોવાનું જણાવાઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news