Mission Assam: PM મોદીએ 7 કેન્સર હોસ્પિટલોનું કર્યું ઉદઘાટન, કહ્યું- 'હવે બોમ્બનો નહી તાળીઓનો અવાજ આવે છે'

તેમણે કહ્યું કે આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવનો ઉજવી રહ્યો છે, ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફૂકાનની 400મી જન્મજયંતિ પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. તેમણે કહ્યું કે કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરું છું.

Mission Assam: PM મોદીએ 7 કેન્સર હોસ્પિટલોનું કર્યું ઉદઘાટન, કહ્યું- 'હવે બોમ્બનો નહી તાળીઓનો અવાજ આવે છે'

PM Narendra Modi in Assam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસમ પ્રવાસમાં સાત નવી કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. આ અવસર પર દીફૂમાં આયોજિત રેલી દરમિયાન પ્રધાનમંત્રીએ અસમના લોકોને કહ્યું ડબલ એન્જીનની સરકાર, જ્યાં પણ હોય ત્યાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવનાથી કામ કરે છે. તેમણે કહ્યું કે આજે આ સંકલ્પ કાર્બી આંગલોંગની આ ધરતી પર ફરી સશક્ત થયો છે. અસમની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર થયા છે. તેમને જમીન પર ઉતારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

તેમણે કહ્યું કે જ્યારે પણ અહીં આવવાની તક મળી તમારા લોકોનો અપાર સ્નેહ અને પ્રેમ મળ્યો. આ સાથે જ રાજ્ય સરકારે પીએમ મોદીના પ્રવાસ માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવનો ઉજવી રહ્યો છે, ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફૂકાનની 400મી જન્મજયંતિ પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. તેમણે કહ્યું કે કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરું છું.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા પશુ ચિકિત્સા મહાવિદ્યાલય, વેસ્ટ કાર્બી આંગલોંગ કૃષિ મહાવિદ્યાલય, અમ્પાની વેસ્ટ કાર્બી આંગલોંગ ગર્વમેંટ કોલેજ સહિત ઘણી યોજનાઓની આધારશિલા રાખી. 

'નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભાજપની ડબલ એન્જીનની સરકાર જ્યાં પણ હોય, ત્યાં સબકા સાથ-સબકા વિકાસ- સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસની ભાવનાથી કામ કરે છે. આજે આ સંકલ્પ કાર્બી આંગલોંગની ધરતી પર ફરીથી સશક્ત થયું છે. આજે જે શિલાન્યાસના કાર્યક્રમ થયા છે, આ ફક્ત કોઇ બિલ્ડીંગનો શિલાન્યાસ નથી, આ અહીં નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો શિલાન્યાસ છે. ઉચ્ચ શિક્ષણ માટે અહીં યોગ્ય વ્યવસ્થા થતાં હવે ગરીબથી ગરીબ વ્યક્તિ પણ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકશે. 

'2014 બાદ નોર્થ ઇસ્ટમાં મુશ્કેલી સતત ઓછી થઇ રહી છે' 
પીએમ મોદીએ કહ્યું 'અસમની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર થયા છે. તેને જમીન પર ઉતારવાનું કામ આજે તેજ ગતિએ ચાલી રહ્યું છે. હથિયાર મુકીને જે સાથી રાષ્ટ્ર નિર્માણના પરત ફર્યા છે, તેના પુનર્વાસ માટે પણ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તમે બધા ગત દાયકામાં એક લાંબા સમયથી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર કર્યો છે. પરંતુ 2014 બાદ નોર્થ ઇસ્ટમાં મુશ્કેલીઓ સતત ઓછી થવા લાગી છે, લોકોનો વિકાસ થઇ રહ્યો છે.

'AFSPA ને નોર્થ ઇસ્ટના ઘણા વિસ્તારોમાંથી દૂર કર્યા'
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે આખો દેશ જોઇ રહ્યો છે કે ગત વર્ષોમાં હિંસા, અરાજકતા અને અવિશ્વાસની દાયકાઓની જૂની સમસ્યાઓનું કેવી રીતે સમાધાન કરવામાં આવી રહ્યું છે. પહેલાં જ્યારે આ ક્ષેત્રની ચર્ચા થાય છે, તો ક્યારે બોમ્બ અને ક્યારે ગોળીઓનો અવાજ સંભળાતો હતો. પરંતુ આજે તાળીઓ ગૂંજી રહી છે. તેમણે કહ્યું કે 'નોર્થ ઇસ્ટમાં સરકાર અને સમાજના સામુહિક પ્રયાસો જેમ જેમ શાંતિ પરત ફરી રહી છે. તેમ તેમ જૂના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગત 8 વર્ષો દરમિયાન સ્થાયી શાંતિ અને સારી કાનૂન વ્યવસ્થા લાગૂ થવાના કારણે અમે AFSPA ને નોર્થ ઇસ્ટના વિસ્તારોને દૂર કરી દીધા છે. 

'સીમા સાથે જોડાયેલા મુદ્દાઓનું સમાધાન શોધવામાં આવે છે'
તેમણે કહ્યું કે સબકા સાથ, સબકા વિકાસની ભાવના સાથે આજે સીમા સાથે જોડાયેલા મુદ્દાઓનું સમાધાન શોધવામાં આવી રહ્યું છે. અસમ અને મેઘાલયની વચ્ચે બનેલી સહમતિ બીજા મામલાઓને પણ પ્રોત્સાહિત કરશે. તેનાથી આ સમગ્ર ક્ષેત્રના વિકાસની આકાંક્ષાઓને બળ મળશે. બોડો એકોર્ડ અથવા પછી કાર્બી આંગલોંગનો કરાર, લોકલ સેલ્ફ ગવર્નેંસ પર અમે ખૂબ ભાર મુક્યો છે. કેન્દ્ર સરકાર ગત 7-8 વર્ષથી સતત પ્રયાસ કરી રહી છે કે સ્થાનિક વહિવટીતંત્રની સંસ્થાઓને સશક્ત કરવામાં આવે, વધુ પારદર્શી બનાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news