Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ અને બીમારી થશે દુર
Food Must Have In Winter: શિયાળામાં હેલ્ધી વસ્તુઓ ખાવી જરૂરી છે કારણ કે આ સમયે શરીરમાં આળસ વધી જાય છે. આ આળસ બીમારીને આમંત્રણ આપે છે. તેથી શરીરને એનર્જેટીક રાખવા માટે શિયાળામાં આ 3 વસ્તુઓ ખાવી જોઈએ.
Trending Photos
Food Must Have In Winter: શિયાળામાં આપણા શરીરને એનર્જીની ખાસ જરૂર પડે છે. આ વાતાવરણ એવું હોય છે જ્યારે શરીરમાં આળસ અને સુસ્તી વધી જાય છે. કોઈપણ કામ કરવામાં ફોકસ રહેતું નથી અને સતત આરામ કરવાનું મન થાય છે. શિયાળામાં આ રીતે રહેવું બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તેથી જ જરૂરી છે કે શિયાળામાં તમે એવી વસ્તુઓનું સેવન કરો જો તમારી એનર્જીને વધારે અને આળસ દૂર કરે. આજે તમને 3 એવી વસ્તુ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી આળસથી મુક્તિ મળશે અને શરીરને એનર્જી પણ મળશે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોઈડ, આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ડાર્ક ચોકલેટ થાકને દૂર કરે છે અને શરીરમાં બ્લડ સુધારે છે. ડાર્ક ચોકલેટમાં કેફિન હોય છે જે શરીરની એનર્જીને નેચરલી વધારે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શિયાળામાં ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવવા મદદ કરે છે. જે મહિલાઓને માસિક સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે શિયાળામાં ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ.
ગોળ
શિયાળામાં ગોળ ખાવો સૌથી વધારે ફાયદાકારક છે. ગોળ શરીરમાં નેચરલ એનર્જી બુસ્ટ કરે છે. ગોળ પોટેશિયમ અને આયરનથી ભરપૂર હોય છે જે થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરને સતત એનર્જેટિક રાખે છે. રોજ ભોજનની સાથે પણ ગોળ લઈ શકાય છે. ગોળ ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે.
નટ્સ
શિયાળામાં એનર્જી વધારવા માટે નટ્સ ખાવા ફાયદાકારક રહે છે. નટ્સ શરીરમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબર વધારે છે. તે શરીરને ગરમી આપે છે. ખાસ કરીને બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રુટ શિયાળામાં ખાવા જોઈએ. તેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને થાક દૂર થાય છે. તે શિયાળામાં શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે