ગુજરાતની પાલિકામાંથી મળી આવ્યું પાવતી કૌભાંડ! ટેક્ષ ભર્યો અને પાવતી મળી પણ નકલી
અનેક દુવિધાઓ વેઠીને પણ સુવિધા માટે પ્રજાજનો ટેક્ષ ભરે છે. પોતાના પરસેવાની કમાણીમાંથી શહેરીજનો સરકારને ટેક્ષ ચુકવે છે. પરંતુ અદ્ધરતાલ વહીવટ અને કૌભાંડી બાબુઓને કારણે પ્રજાને હવે ટેક્ષ ભરવામાં પણ છેતરાવાનો વારો આવી રહ્યો છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી, પાટણઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મુકી છે તેમ કહીએ તો જરા પણ ખોટું નથી. અધિકારીઓ હોય કે ઓપરેટર કોઈ જ વ્યવહાર વગર કોઈ કામ કરતાં નથી...એક પછી એક જાતભાતના કૌભાંડ ગુજરાતમાંથી રોજ સામે આવે છે. ત્યારે ઉત્તર ગુજરાતના એક શહેરમાંથી એવું કૌભાંડ સામે આવ્યું કે જેને જાણી તમે પણ ચોંકી ઉઠશો અને સાવચેત થઈ જશો...કારણ કે આ એવું કૌભાંડ છે જે દરેક વ્યક્તિને અસર કરે છે....ત્યારે શું છે આ કૌભાંડ?...જુઓ આ અહેવાલમાં...
તમે પણ સરકારી ટેક્ષ ભરતાં હશો
જો ટેક્ષ ભરો છો તો રહેજો સાવધાન
તમે ભરેલા ટેક્ષની પોચ સાચી છે?
સરકારી ટેક્ષની ચકાસી લેજો પાવતી
પાટણમાંથી સામે આવ્યું પાવતી કૌભાંડ
પાટણમાં રહેતા લલીતાબહેન શ્રીમાળી શહેરની ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા લલીતાબહેન વિધવા છે. તેમની સાથે એક એવી ઘટના બની છે કે આખી પાટણ પાલિકા દોડતી થઈ ગઈ છે. શહેરજનો પણ સાવધાન થઈ જાય તેવી આ ઘટનાથી હાલ હાહાકાર મચી ગયો છે...કારણ કે આ વિધવા મહિલાને પણ ભ્રષ્ટ બાબુઓએ છેતરવાનું કામ કર્યું છે...કૌભાંડીઓએ આ ગરીબ મહિલાને પણ નથી છોડી...હવે તમે વિચારતા હશો કે આખરે ઘટના શું બની છે?...તો આ મહિલા પાલિકાનો તમામ વેરો વર્ષોથી ભરે છે. ગત 15 એપ્રિલે પણ આ મહિલાએ પાલિકાની વેરા શાખામાં જઈને 1660 રૂપિયાનો વેરો ભર્યો હતો અને તેની પાવતી પણ મેળવી હતી...પરંતુ ખરેખર વેરો પાલિકાના ખાતામાં ગયો જ નહતો...એટલે કે વેરો કોઈના ખિસ્સામાં ગયો હતો...પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે પાવતી આપવામાં આવી તે પણ નકલી પાવતી હતી.
શું બની ઘટના?
15 એપ્રિલે મહિલાએ પાલિકાની વેરા શાખામાં જઈને 1660નો વેરો ભર્યો હતો
મહિલાએ વેરો ભર્યાની પાવતી પણ મેળવી હતી
ખરેખર વેરો પાલિકાના ખાતામાં ગયો જ નહતો
વેરો કોઈના ખિસ્સામાં ગયો હતો
જે પાવતી આપવામાં આવી તે પણ નકલી પાવતી હતી
મહિલાએ વેરો ભરી દીધો હોવા છતાં પણ પાલિકાએ વેરો બાકીને નોટિસ આપી હતી...પાલિકાના કર્મચારીઓ મહિલાનો બાકી વેરો લેવા માટે તેમના ઘરે પહોંચ્યા તો મહિલાએ પોતાની પાવતી બતાવી...જ્યારે આ પાવતીને જોઈને કર્મચારીઓએ કહ્યું કે આતો ખોટી છે...તો મહિલા પણ ચોંકી ઉઠ્યા...સમગ્ર મામલો પાલિકાની કચેરીમાં પહોંચ્યો...પાલિકામાં પાવતીને ચેક કરવામાં આવતા તે ખોટી હોવાનું સાબિત થયું...
પાલિકાની અંદર જ ચાલતાં આ પાવતી કૌભાંડથી હાહાકાર મચી ગયો...કારણ કે વિધવા મહિલાએ તો પાલિકામાં આવીને જ ટેક્ષ ભર્યો હતો...પરંતુ ટેક્ષ સ્વીકારનાર જે ઓપરેટર હતો તેણે જ સમગ્ર ગેમ કરી નાંખી...આ મામલે જ્યારે ચીફ ઓફિસર પાસે પહોંચ્યો તો તેમણે વહીવટી તપાસનો આદેશ આપ્યો છે. અને જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે. પણ અહીં સવાલ એ છે કે એ કોણ છે જે પાલિકામાં રહીને જ કૌભાંડ કરતો હતો?, એક પાવતી મળી પરંતુ અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા હશે?, પાલિકાની અંદર જ નકલી પાવતીનો ખેલ ચાલતો હતો તે કોઈને ખબર કેમ ન પડી?, ઉચ્ચ અધિકારીઓ અત્યાર સુધી ઘટનાથી કેમ અજાણ હતા?, શું પાલિકાના અધિકારીઓ જ આ ઘટનામાં સંડોવાયેલા છે?...કૌભાંડ કરનારા કૌભાંડીને જેલના સળિયા પાછળ ક્યારે ધકેલવામાં આવશે?..આવા તો અનેક સવાલ છે જેનો જવાબ જનતા માગી રહી છે.
ઉઠી રહ્યા છે આ સવાલ
એ કોણ છે જે પાલિકામાં રહીને જ કૌભાંડ કરતો હતો?
એક પાવતી મળી પરંતુ અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા હશે?
નકલી પાવતીનો ખેલ ચાલતો હતો તે કોઈને ખબર કેમ ન પડી?
ઉચ્ચ અધિકારીઓ અત્યાર સુધી ઘટનાથી કેમ અજાણ હતા?
શું પાલિકાના અધિકારીઓ જ આ ઘટનામાં સંડોવાયેલા છે?
કૌભાંડીને જેલના સળિયા પાછળ ક્યારે ધકેલવામાં આવશે?
અનેક દુવિધાઓ વેઠીને પણ સુવિધા માટે પ્રજાજનો ટેક્ષ ભરે છે. પોતાના પરસેવાની કમાણીમાંથી શહેરીજનો સરકારને ટેક્ષ ચુકવે છે. પરંતુ અદ્ધરતાલ વહીવટ અને કૌભાંડી બાબુઓને કારણે પ્રજાને હવે ટેક્ષ ભરવામાં પણ છેતરાવાનો વારો આવી રહ્યો છે. ટેક્ષ ભરીને જે પાવતી મળે તે જ નકલી હોય તો પછી પ્રજા વિશ્વાસ કેવી રીતે કરે?...પાલિકાની અંદર જ આવી રીતે નકલી પાવતીનું કૌભાંડ ચાલતું હોય તો શહેરીજનો વિશ્વાસ કોની પર કરે?...આ ઘટનાથી પાટણના પ્રજાજનોમાં રોષનો માહોલ છે, ઘટનાની તપાસ પછી તેનો શું રિપોર્ટ આવે છે અને કોણ કૌભાંડી ઝડ઼પાય છે તે જોવું રહ્યું..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે