પૃથ્વીનો અંત નજીક? ધરતી તરફ આવી રહ્યો છે અપોફિસ; આ તારીખ પર આખી દુનિયાની નજર, ISRO એ કમર કસી

આ એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના અરાજકતાના દેવતાના નામ પર છે અને તે પૂરપાટ ઝડપે ધરતી તરફ આગળ વધી રહ્યો છે.

પૃથ્વીનો અંત નજીક? ધરતી તરફ આવી રહ્યો છે અપોફિસ; આ તારીખ પર આખી દુનિયાની નજર, ISRO એ કમર કસી

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)  હાલ એક ખુબ જ વિશાળ એસ્ટેરોઈડની નિગરાણી કરી રહ્યું છે. તેનું નામ અપોફિસ છે અને આ એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના અરાજકતાના દેવતાના નામ પર રાખવામાં આવ્યું છે. એસ્ટેરોઈડ પૂરપાટ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. એવું કહેવાય છે કે આ એસ્ટેરોઈડ 13 એપ્રિલ 2029ના રોજ ધરતીની ખુબ જ નજીકથી પસાર  થવાનો છે. આ ઘટનાને લઈને આખી દુનિયામાં ચિંતા વ્યાપી છે. 

ઈસરોએ પોતાના નવા શરૂ કરાયેલા ડોમેન પ્લેનેટરી ડિફેન્સ હેઠળ આ પ્રકારની ખગોળીય ઘટનાઓને પહોંચી વળવાની તૈયારી કરી છે. આ ડોમેનનો મુખ્ય હેતુ ધરતીને બહારની ખગોળીય વસ્તુઓથી બચાવવાનો છે. ઈસરોના અધ્યક્ષ ડો. એસ સોમનાથે એનડીટીવી સાથે વાતચીતમાં કહ્યું કે, એક મોટા એસ્ટેરોઈડ સાથે અથડામણ માનવતા માટે એક વાસ્તવિક અસ્તિત્વનું જોખમ છે. ઈસરો  આ જોખમને ગંભીરતાથી લઈ રહ્યુ છે અને અમારા નેટવર્ક ફોર સ્પેસસ ઓબ્જેક્ટ્સ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ (NETRA) દ્વારા અપોફિસની નજીકથી નિગરાણી થઈ રહી છે. આખરે આપણી પાસે ફક્ત એક ધરતી છે જેના પર આપણે રહી શકીએ છીએ. ભારત આ પ્રકારના જોખમોને પહોંચી વળવા માટે તમામ દશો સાથે સહયોગ કરશે. 

2004માં શોધાયો હતો
રિપોર્ટ મુજબ અપોફિસ પહેલીવાર 2004માં શોધાાયો હતો અને ત્યારથી તેના ધરતીની નજીક આવવાના  ચક્રનું બારીકાઈથી અભ્યાસ થઈ રહ્યો છે. આગામી નજીકનું એન્કાઉન્ટર 2029માં થશે અને ત્યારબાદ 2036માં થશે. જો કે તેના ધરતી સાથે ટકારવવાને લઈને ચિંતા બનેલી છે. પરંતુ કેટલાક અભ્યાસોમાં કહેવાયું છે કે 2029માં તે ફક્ત ધરતી નજીકથી પસાર થશે અને અથડામણ થશે નહીં. 

અપોફિસ એસ્ટેરોઈડ ધરતીની જેટલી નજીક આવવાનો છે તેની સરખામણી એ રીતે થઈ શકે કે ભારતના ભૂ સ્થિર સેટેલાઈટ જે કક્ષામાં સ્થિત છે તે અપોફિસના ધરતીથી સંભવિત અંતરથી પણ વધુ ઊંચાઈ પર છે. એટલે કે અપોફિસ ધરતીની એટલી નજીક આવશે કે તે તે સેટેલાઈટ્સથી પણ ઓછા અંતર પર હશે જે સામાન્ય રીતે ધરતીથી 36000 કિલોમીટરની  ઊંચાઈ પર ચક્કર લગાવે છે. તેનાથી એ સમજી શકાય કે આ ઘટના કેટલી અસાધારણ અને નજીક  હશે. 

આટલો નજીક ક્યારેય નથી આવ્યો
32000 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત આ એસ્ટેરોઈડથી અગાઉ આટલા મોટા કદનો કોઈ અન્ય એસ્ટેરોઈડ ધરતીની આટલું નજીક ક્યારેય આવ્યો નથી. એસ્ટેરોઈડ અપોફિસ ઝડપ અને ધરતથી અંતરને લઈને ચર્ચામાં છે તથા તેનું કદ પણ ચિંતાજનક છે. અપોફિસનું કદ ભારતના સૌથી મોટા વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી પણ મોટો છે. તેના ઉલ્કાનો અંદાજિત વ્યાસ 340 થી 450 મીટર વચ્ચે છે. 140 મીટર વ્યાસથી મોટા કોઈ પણ ખગોળીય પિંડ જે ધરતી પાસેથી પસાર થાય તે સંભવિત રીતે જોખમી ગણાય છે. 

તબાહી મચી શકે?
ઈસરોના વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ 300 મીટરથી મોટા કોઈ પણ ઉલ્કાના ધરતી સાથે ટકરાવવાથી મહાદ્વીપીય સ્તર પર તબાહી મચી શકે છે. તેનાથી પણ વધુ  ભયાનક સ્થિતિ ત્યારે થઈ શકે જ્યારે 10 કિલોમીટરથી મોટા વ્યાસવાળા એસ્ટેરોઈડ ધરતી સાથે ટકારય જેનાથી પરિણામ સ્વરૂપે જનસંહાર જેવી સ્થિતિ પણ બની શકે છે. ઈસરોના નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ્સ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ (NETRA) ના પ્રમુખ ડો. એ કે અનિલકુમારે જણાવ્યું કે જો અપોફિસ જેવો મોટો એસ્ટેરોઈડ ધરતી સાથે ટકરાય તો તે વૈશ્વિક સ્તર પર પ્રલયકારી પરિણામ આપી શકે છે. તેનાથી સ્થાનિક સ્તરે જનસંહાર થઈ શકે છે. અને અથડામણથી ઉઠનારી ધૂળ વાતાવરણમાં ફેલાઈને વૈશ્વિક સમસ્યાનું કારણ બની શકે છે. 

ભારતમાં પડ્યો હતો એસ્ટેરોઈડ
ભારતના ઈતિહાસમાં એક એસ્ટેરોઈડના ધરતી સાથે ટકરાવવાનું ઉદાહરણ લોનાર ઝીલ તરીકે મહારાષ્ટ્રમાં છે. લગભગ 500000 વર્ષ પહેલા એક એસ્ટેરોઈડ લોનારમાં પડ્યો હતો. જેના પરિણામસ્વરૂપે એક વિશાળ ક્રેટર બની ગયો જે આજે તળાવ તરીકે જાણીતું છે. આ ક્રેટરની પહોળીઈ એક વર્ગ કિલોમીટરથી પણ વધુ છે. જે તેના ટકરાવની તીવ્રતા દર્શાવે છે. ઈસરોના અધ્યક્ષ ડો. એસ સોમનાથે કહ્યું કે, અપોફિસની 2029માં ધરતીની નજીકથી પસાર થવાની ઘટનાનું ઈસરો બારીકાઈથી અભ્યાસ કરશે. અમારી પાસે લોનાર ઝીલ જેવા જીવંત ઉદાહરણ છે જે એક ઉલ્કા પડવાથી બન્યું હતું. આ ઘટનાનો અભ્યાસ ભવિષ્યમાં સંભવિત જોખમોને પહોંચી વળવા માટે તૈયાર કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news