લોકગાયિકા રાજલ બારોટ બે બહેનો માટે બની પિતા, કન્યાદાન કરીને વિદાય પર રડી પડી
ગુજરાતના લોકગાયકોની લોકો વચ્ચે સૌથી વધુ પોપ્યુલર છે. આવામાં તેમની સાથે જોડાયેલા દરેક બાબત ચર્ચા જગાવે છે. ત્યારે ગુજરાતની જાણીતી ગાયિકા રાજલ બારોટે (rajal barot) એવુ કર્યુ, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સાથે જ લોકો તેમની આ કામગીરીના વખાણ પણ કરી રહ્યાં છે. રાજલ બારોટે તેમની બંને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવીને તેમનુ કન્યાદાન (kanyadan) કર્યુ હતું. ગાઁધીનગરમાં રંગેચંગે લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં રાજલ બારોટ બંને બહેનોની વિદાય પર રડી પડી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના લોકગાયકોની લોકો વચ્ચે સૌથી વધુ પોપ્યુલર છે. આવામાં તેમની સાથે જોડાયેલા દરેક બાબત ચર્ચા જગાવે છે. ત્યારે ગુજરાતની જાણીતી ગાયિકા રાજલ બારોટે (rajal barot) એવુ કર્યુ, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સાથે જ લોકો તેમની આ કામગીરીના વખાણ પણ કરી રહ્યાં છે. રાજલ બારોટે તેમની બંને બહેનોના ધામધૂમથી લગ્ન કરાવીને તેમનુ કન્યાદાન (kanyadan) કર્યુ હતું. ગાઁધીનગરમાં રંગેચંગે લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં રાજલ બારોટ બંને બહેનોની વિદાય પર રડી પડી હતી.
ત્રણેય બહેનોના લગ્ન રાજલ બારોટે કર્યું
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે. પરિવારમાં દીકરો ન હોવાથી મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલ બારોટે જ કન્યાદાન કર્યુ હતું. તે સમયે પણ રાજલ બારોટના પ્રયાસની લોકોએ પ્રશંસા કરી હતી.
ત્યારે હવે રાજલ બારોટે એકસાથે પોતાની બંને નાની બહેનોને પરણાવી હતી. ગાંધીનગરના એક ફાર્મહાઉસમાં લગ્ન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. જીગ્નેશ કવિરાજ તેમજ માયાભાઈ આહિરની હાજરી પણ ખાસ બની હતી.
બહેનો વચ્ચેનો પ્રેમ અજોડ
મણિરાજ બારોટની ચારેય દીકરીઓ વચ્ચેનો પ્રેમ અજોડ છે. આ બહેનો રક્ષાબંધનનો પર્વ પણ ખાસ રીતે ઉજવે છે. તેઓ એકબીજાને રાખડી બાંધીને તહેવારને ખાસ બનાવે છે. આમ, પરિવારનો દીકરો બનીને એકબીજાને પડખે ઉભી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે