અમદાવાદમાં ગ્રીષ્મા હત્યા કેસને પણ આંટી મારે તેવો ચોંકાવનારો કિસ્સો, મહિલાને જાહેર રોડ પર જ...

ગ્રીષ્મા હત્યા કેસ બાદ પણ હજુ કેટલાક નરાધમો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ જોધપુર ગામમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને યુવકે જાહેરમાં જ યુવતીને પેટના અને ગળામાં ભાગે છરીના ઘા માર્યા છે. જો કે યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ગ્રીષ્મા હત્યા કેસને પણ આંટી મારે તેવો ચોંકાવનારો કિસ્સો, મહિલાને જાહેર રોડ પર જ...

ઉદય રંજન/અમદાવાદ : ગ્રીષ્મા હત્યા કેસ બાદ પણ હજુ કેટલાક નરાધમો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ જોધપુર ગામમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને યુવકે જાહેરમાં જ યુવતીને પેટના અને ગળામાં ભાગે છરીના ઘા માર્યા છે. જો કે યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શહેરના મલાવ તળાવ નજીક રહેતી અને જોધપુર ગામમાં એક દુકાનમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીના પતિના મૃત્યુ બાદ તેના લગ્ન જાન્યુઆરી ૨૦૨૨ માં નવરંગપુરા ગામમાં રહેતા આકાશ નામના યુવક સાથે થયા હતા. જો કે આકાશ યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતો હોવાથી યુવતી એ તેની સાથે છૂટાછેડા લીધા હતા. બાદમાં તેના માતા-પિતા સાથે રહેતી હતી. ગઈ કાલે સવારે તે નિયત સમય મુજબ નોકરી પર ગઈ હતી. જો કે રાત્રીના સવા નવ વાગ્યાની આસપાસ તેણે તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે, આરોપીએ તેને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. તે રોડ પર પડેલ છે. જોકે અન્ય એક વ્યક્તિએ પણ યુવતીના મોબાઈલથી વાત કરીને તેના પિતાને આ બાબતની જાણ કરી હતી કે જોધપુર ગામમાં આવેલ ટાવર સામે કોઈ અજાણ્યા ઇસમે યુવતીને છરીના ઘા માર્યા છે.

જે અંગેની જાણ થતાં જ યુવતીના પિતા અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી છુટાછેડા બાદ યુવતીને ફરી ઘર વસાવવા માટે દબાણ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હોવાનો આરોપ યુવતીના પિતાએ લગાવ્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news