લો બોલો ! ISO સર્ટિફાઇડ ગામ પણ હોય? ગુજરાતના આ ગામને મળ્યું અનોખું સન્માન
Trending Photos
તાપી : જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામને આઈએસઓ સર્ટિફાઇડ જાહેર કરવામાં આવ્યું છે. આ ગામને અનોખુ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. જે તાપી જિલ્લાનું એક માત્ર ગામ છે કે, જેને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. આ ગામમાં વિકાસ લક્ષી અનેક સુવિધા કરવામાં આવી છે. આ ગામમાં જે સુવિધાઓ છે તે જોઇને તમે પણ કહેશો કે આ ગામમાં રહેવાં જવું પડશે. મોટા મોટા શહેરોમાં પણ જે સુવિધા ન મળે તે સુવિધા આ ગામમાં મળે છે.
તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં બુહારી એક નાનકડું ગામ છે. આ ગામમાં સીસીટીવી, wifi, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સૌર ઊર્જા સહિત અન્ય વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને આપવામાં આવ્યા છે. સાથે જ આ ગામની ગ્રામ પંચાયત કે જે સૌર ઊર્જાથી ચાલે છે. બુહારીનું પંચાયતભવનએ તાપી જિલ્લાનું પહેલું ભવન હશે જ્યાં સૌર ઊર્જાથી કાર્યરત છે. હાઈટેક સુવિધાથી સજ્જ આ ગામને હાલમાં જ આઈએસઓ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવ્યુ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બુહારીની ગ્રામ પંચાયતને જ આ સર્ટિફિકેટ મળતા ગ્રામજનો સહિત સરપંચ, ઉપસરપંચે ખુશી વ્યક્ત કરી હતી.
તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની એક માત્ર ગ્રામ પંચાયતને આઈએસઓ સર્ટિફિકેટથી અલગ અલગ નિયમો મુજબ આવરી લેવામાં આવતા ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાની બુહારી ગ્રામ પંચાયત સર્ટિફાઈટ ISO (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડડાઇઝેશન) થઈ છે. ઉલ્લેખનિય છે કે વિશ્વના 175 દેશોમાં ISO ઇન્ટરનેશનલ લેવલની ગુણવત્તા ધરાવનારી સંસ્થા કંપની વગેરે એકમોને આ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવતું હોય છે. જેમાં ગુજરાતના તાપી જિલ્લાના એક ગામનો સમાવેશ થયો છે. જે એક સારી બાબત કહી શકાય તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે