રાજ્યમાં કેવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? પોલીસ વડા શિવાનંદ ઝાએ આપ્યો સ્પષ્ટ ચિતાર

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ વધારેને વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. 

રાજ્યમાં કેવી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? પોલીસ વડા શિવાનંદ ઝાએ આપ્યો સ્પષ્ટ ચિતાર

હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ વધારેને વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જાણકારી આપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કેઅમદાવાદમાં ગઇકાલથી અને સુરતના પાંચ વિસ્તારમાં આજે કર્ફ્યૂનો આદેશ આપવામાં આવ્યો છે. કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ભંગ કરતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. હજી ઘણા સ્થળોએ લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ખરીદી માટે નીકળતા લોકો અંતર જાળવતા નથી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરાય તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિવાનંદ ઝાએ માહિતી આપી છે કે લોકોને બચાવવા માટે જે પગલાં જરૂરી છે એ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આજે રાત્રે ૧૨ વાગ્યાથી સુરતના પાંચ વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય ડિટેઇન કરેલા વાહનો છોડવાની જાહેરાત કરવામાં આવી છે અને લોકોને વહન પરત મળે એ માટે કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. ૩૧ હજારથી વધુ વાહનો છોડવામાં આવ્યા છે. ખાનગી સોસાયટીઓના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે અને ગાંધીનગરમાં ખાનગી સોસાયટીના રહીશો સામે ગુનો નોંધાયો છે. અત્યારે વડોદરામાં કરફ્યુ લાદવાની કોઈ વિચારણા નથી.

ગઇકાલ (તા.15/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત

જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2417
કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271)  : 943
અન્ય ગુનાઓ  : 446 (રાયોટીંગ/Disaster Management Actના)
આરોપી અટકની સંખ્યા : 5346
જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 2680
ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 278
CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 61
અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 14

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news