Rupala Controversy: બાપુઓ બોલ્યાં છે એવું કરશે તો ચૂંટણીમાં ભાજપને ભારે પડશે! આંદોલન પાર્ટ-2 શરૂ

Loksabha Election 2024: રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ શાંત પડતો જ નથી પરિણામે ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજીત બેઠકમાં કોઇ સમાધાન થઇ શક્યુ ન હતું. ક્ષત્રિય સંકલન સમિતીએ એવી જાહેરાત કરી છેકે, રામનવમીથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમતુ થશે.

Rupala Controversy: બાપુઓ બોલ્યાં છે એવું કરશે તો ચૂંટણીમાં ભાજપને ભારે પડશે! આંદોલન પાર્ટ-2 શરૂ

Shatriya Anandolan: કેન્દ્રીય મંત્રી અને ભાજપના લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ગુજરાતમાં ઉભો થયો છે વિરોધનો વંટોળ. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાની વિવાદિત ટિપ્પણી હવે ભાજપને ભારે પડી રહી છે. કારણકે, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો હવે રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યાં છે. આંદોલન અલગ-અલગ પાર્ટમાં વહેંચીને બાપુઓ પણ આ વખતે પાટીદારવાળી કરી રહ્યાં છે. જો આંદોલન લાંબુ ખેંચાયું તો લોકસભાની ચૂંટણીઓ પર તેની માઠી અસર પડશે.

ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. સરકાર સાથેની બેઠક નિષ્ફળ ગયા બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ એલાન કર્યુ છેકે, જો પરષોત્તમ રૂપાલા તા.૧૯મીએ ફોર્મ પરત નહી ખેચે તો આખાય ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ પ્રચાર ઝુબેશ શરૂ કરાશે. એટલુ જ નહીં, રામનવમી એટલેકે આજથી ભાજપના ચૂંટણી સભામાં કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવાનું પણ કરાયું છે એલાન.

  • ક્ષત્રિય આંદોલનનો પાર્ટ-1 પુરો, આંદોલન પાર્ટ-2ની આજથી શરૂઆત
  • ક્ષત્રિય કોર કમિટીનું એલાન: રૂપાલાનું ફોર્મ પરત નહીં ખેંચાય તો થશે વિરોધ
  • ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમશે: ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર
  • રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો ભાજપ વિરૂધ્ધ ક્ષત્રિયો કરાશે પ્રચાર

વધી શકે છે ભાજપની મુશ્કેલીઓઃ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ શાંત પડતો જ નથી પરિણામે ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજીત બેઠકમાં કોઇ સમાધાન થઇ શક્યુ ન હતું. આખરે ક્ષત્રિય સંકલન સમિતીએ એવી જાહેરાત કરી છેકે, રામનવમીથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમતુ થશે. ક્ષત્રિયોની આ ચિમકીને હવે સરકાર અને સંગઠન દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે. કારણકે, આ મામલો હવે વધુ વકરી ચુક્યો છે.

રૂપાલા મુદ્દે શું છે રાજપૂતોની રણનીતિ?
ગુજરાતમાં જયાં પણ ભાજપની ચૂંટણી સભા હશે ત્યાં ક્ષત્રિયો શાંતિપૂર્વક કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાતમાં ક્ષત્રિય પ્રભુત્વ જ નહી, પણ બધાય ગામડાઓમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અપીલ કરતાં બેનરો લગાડવામાં આવશે.

સરકાર અને સંગઠનને ક્ષત્રિયોનું ફાઈનલ અલ્ટિમેટમઃ
ક્ષત્રિયો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૯મી એપ્રિલ છે. જો રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ ચૂંટણી પ્રચારને વેગીલો બનાવાશે. તા.૭મીએ મતદાનના દિવસે પણ ભાજપના ઉમેદવારને મત આપશો નહી તેવી મતદારોને અપીલ કરવામાં આવશે. આમ, અત્યાર સુધી રૂપાલાનો જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો પણ હવે ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે. આગામી તા, ૧૯મીએ ફરી ક્ષત્રિય સંકલન સમિતીની બેઠક મળનાર છે જેમાં આંદોલનની રણનિતી ઘડવામાં આવશે અને વધુ આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news